સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 8th September 2020

જસદણમાં કોરોના વિસ્ફોટ : સાંજ સુધી કરાયેલ રેપિડ ટેસ્ટમાં 21 લોકો કોરોના પોઝીટીવ :લોકોમાં ફફડાટ

સહિયર સીટી સોસાયટીમાં એકસાથે 13 પોઝિટિવ : ICICI બેન્કના છ કર્મી ,પણ ઝપટે : સરકારી હોસ્પિટલમાં કોરોના ટેસ્ટ કરતા આરોગ્ય કર્મી ,ને પણ પોઝિટિવ આવ્યો

આટકોટ : જસદણમાં કોરોના વિસ્ફોટ થયો છે આજે કરાયેલ રેપિડ ટેસ્ટમાં સાંજ સુધીમાં 21 લિકોને કોરોના પોઝિટિવ આવતા લોકોમાં ભારે ફફડાટ ફેલાયો છે

 આ 21 કેસમાંસહિયર સીટી નામની સોસાયટીમાં એકસાથે 13 પોઝિટિવ મળ્યા છે જયારે ઈસીઆઈસી બેન્કના 6 કર્મી ,પણ કોરોનાની ઝપટે ચડ્યા છે ત્યારે બેન્ક જતાંઆવતાં વેપારીમાં ચિંતાની લાગણી પ્રસરી છે જસદણની સરકારી હોસ્પિટલમાં કોરોના ટેસ્ટ કરતા આરોગ્ય કર્મચારી પોતાને પણ પોઝિટિવ આવ્યો છે તમામ પોઝિટિવને હોમ ક્વોરેન્ટાઇન કરાયા છે જયારે આરોગ્ય કર્મીને રાજકોટ સારવાર માટે દાખલ કરાયેલ છે 

(8:45 am IST)