સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 8th September 2020

ભુજના કૂકમા ગામે બે ભાઈઓ ઉપર હિચકારો હુમલો : એકની હત્યા

ગુનાખોરીને અંકુશમાં લાવવાના કડક કાયદા દેશી દારૂના ધંધાએ સજર્યું કમઠાણ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ,તા.૮ :  એક બાજુ રાજય સરકાર ગુનાખોરીને અંકુશમાં લાવવા કડક કાયદાઓ લાવી રહી છે. બીજી બાજુ કચ્છમાં હવે ગામડાઓમાં પણ દેશી દારૂના ધંધાની સાથે મારામારી અને હત્યાના બનાવો વધી રહ્યા છે.

 

 ભુજના કૂકમા ગામે દેશીદારૂના ધંધાની માહિતી આપવાના મુદ્દે બે સગા યુવાન ભાઈઓ આઝાદ હુસેન કક્કલ અને રજબ હુસેન કક્કલ ઉપર બુટલેગરોએ સમાધાનને બહાને બોલાવીને તેમના ઉપર હિચકારો હુમલો કરી છરી વડે ગંભીર ઈજાઓ પહોંચાડી ૨૨ વર્ષીય આઝાદ હુસેન કક્કલની હત્યા કરાઈ હતી, જયારે રજબને ગંભીર ઈજાઓ પહોંચાડી આરોપીઓ ફરાર થઈ ગયા હતા.

પદ્ઘર પોલીસે આ બાબતે આરોપીઓ ઉંમર સુમાર બાફણ અને અકબર અબ્દુલ મિયાત્રાની ધરપકડ કરી લીધી છે. ત્રીજો આરોપી શોકતઅલી બરકતઅલી પઠાણ ફરાર છે. દેશી દારૂના બે ધંધાર્થીઓ વચ્ચે ચાલતા ઝઘડામાં બાતમી આપી હોવાની શંકાના આધારે આ બનાવ બન્યો હોવાનું બહાર આવ્યું છે.

(11:55 am IST)