સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 8th September 2020

ગુજરાત રાજ્યના પૂર્વ મંત્રી જયંતિભાઇ કવાડિયાનો કોરોના રીપોર્ટ પોઝીટીવ

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી,તા. ૮: કોરોના કહેર દિન પ્રતિદિન વધી રહ્યો છે અને કોરોનાની ઝપેટમાં સામાન્ય લોકોથી લઈને નેતાઓ આવી રહયા છે જેમાં રાજયના પૂર્વ મંત્રી જયંતીભાઈ કવાડિયા કોરોના સંક્રમિત થયા છે.

ગુજરાત રાજયના પૂર્વ મંત્રી જયંતીભાઈ કવાડિયા આજે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે કોરોના રીપોર્ટ કરાવ્યો હોય જે રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે જે અંગે પૂર્વ મંત્રી જયંતીભાઈએ ટ્વીટ કરીને જાતે જાણકારી આપી છે જેમને જણાવ્યું છે કે  મેં કોરોના રીપોર્ટ કરાવ્યો જે પોઝીટીવ આવેલ છે ડોકટરોની સલાહ મુજબ હું સેલ્ફ કોરોનટાઈન થયેલ છું છેલ્લા થોડા દિવસોમાં મારા સંપર્કમાં આવેલ લોકોને અપીલ કે તેઓ પણ ધ્યાન રાખે અને રીપોર્ટ કરાવી લે. તેમજ જયંતી ભાઈ હાલ તેના ફાર્મ હાઉસ ખાતે ૧૪ દિવસ કોરોન્ટાઈન રહેશે તેવી માહિતી પણ પ્રાપ્ત થઇ છે.

(11:16 am IST)