સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 8th September 2020

શિક્ષક દિન નિમિતે આવા શિક્ષકોને સલામ

મોટી પાનેલી કોરોના મહામારી વચ્ચે પણ વિદ્યાર્થીઓને ઘરે ઘરે જઇને આપ્યું ટીચીંગ મટીરીયલ્સ

ખાનગીશાળાના કર્તવ્યનિષ્ઠ શિક્ષકોનુ મુલ્ય કોણ આંકશે?

(અતુલ ચગ દ્વારા) મોટી પાનેલી તા.૮ : કોરોના મહામારી વચ્ચે બાળકોના અભ્યાસમાં ભારે ખલેલ પહોંચેલછે માર્ચ થી બંધ થયેલ શાળાઓ હજુ સુધી ખુલવા પામેલ નથી જૂન માસ થી સત્ર ચાલુ થવાનું હોય જે વધતા જતા કોરોના કેશ ને લઈને હજુ શાળાઓ કયારે ખુલશે તે નક્કી નથી થઇ શકતું ત્યારે સરકારે ટીવીના માધ્યમથી હોમલર્નિંગ અભ્યાસ ચાલુ કરેલ છે અને ખાનગી શાળાઓ એ મોબાઈલના માધ્યમથી ઓનલાઈન અભ્યાસ ચાલુ કરેલ છે જેમાં અવાર નવાર ફરિયાદ ઉઠવા પામેલ છે બાળકો ને કઈ સમજાતું પણ નથી તેવી પણ ફરિયાદ ઉઠેલ છે સાથોસાથ બાળકોની આંખો ખરાબ થવાની પણ શકયતા હોવાની ફરિયાદ ઉઠેલ છે.

આવા કપરા સંજોગ વચ્ચે ઉપલેટા તાલુકાના મોટી પાનેલી ગામની ખાનગી શાળા શ્રી સરસ્વતી ધામ શાળા એ સરાહનીય પહેલ હાથ ધરી અથાગ મહેનત અને પરિશ્રમથી મોબાઈલ અને ટીવી વગર જ હોમલર્નિંગ બાળકોને આપવાની શાનદાર પહેલ કરી જેમાં શાળાના શિક્ષિકા બહેનોએ શાળા કક્ષાએ કે.જી.થી લઈને ધોરણ આઠ સુધીના દરેક ધોરણનું વિષયવાર પહેલાજ ચેપ્ટરથી લીથા ત્યાર કરી તેની દરેક વિદ્યાર્થી માટે ફોટોકોપી બનાવી દરેક વિદ્યાર્થીને એક એક વિષયના લીથા દર બે દિવસે તેમના દ્યરે પહોંચાડવા અને જયારે દ્યરે લીથા દેવા જાય ત્યારે આગળના વિષયનું લેખન કાર્ય ચેક કરી લેવું તેવું સરાહનીય પગલું હાથ ધર્યું.

શિક્ષકદિન નિમિતે ખાનગીશાળાના આ શિક્ષિકા બહેનોને સલામ કરવી પડે કે આવી મહામારી અને વરસતા વરસાદ વચ્ચે પણ વિદ્યાર્થીનું હિત ધ્યાનમાં રાખી કપરી કામગીરી નિભાવી એક સાચા કર્તવ્યનિષ્ઠ શિક્ષકની ભૂમિકા અદા કરી છે પણ સવાલ એ છે કે આવા કર્તવ્યનિષ્ઠ શિક્ષકોનું મૂલ્ય કોણ કરે? આ અંગે શાળાના આચાર્યશ્રી જણાવે છે કે, જયારે વ્યકિત એક શિક્ષકના રોલ માં પોતાની ભૂમિકા અદા કરે છે ત્યારે તેણે માત્ર પોતાનું કર્તવ્ય જ દેખાય છે નહીં કે મૂલ્ય.

ખરેખર આવા કપરા સમયમાં આવી અનોખી પહેલ થી બાળકોના માતા પિતાને મોટી રાહત મળી છે એમ કહેવાય કારણ બાળકો જો મોબાઈલ નો ઉપીયોગ કરે તો પણ માતા પિતાને ખુબજ ચિંતા રહેતી હોય ત્યારે શાળાની આ કામગીરી થી માતા પિતા ચિંતા મુકત થયાં છે શાળામાં અભ્યાસ કર્તા બાળકોના વાલીશ્રી ઓ શાળાની આ કામગીરી થી ભારે ખુશી વ્યકત કરી રહ્યા છે અને શાળા પરિવાર ને અભિનંદન આપી રહ્યા છે.

(11:43 am IST)