સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 8th September 2020

રોટરી કલબ ગોંડલની ૧૦૨મી સુદામાની ઝોળી યોજાઇ

ગોંડલ :  ગોંડલ બ્રહ્મ સમાજ ના અગ્રણી અને સેવાભાવી એવા દીપકભાઈ ભટ્ટ દ્વારા આ ઝોળી માં પોતાના સ્વજન જે લંડન માં રહે છે એમને પોતાના સ્વજન સ્વ.બાબુલાલભાઈ વ્યાસ ના સ્મરણાર્થે ઝોળી માં માતબર અનુદાન આપેલ છે. સાથે ગોંડલ ના જ એક સ્નેહી હિરેનભાઈ જયંતીભાઈ સોજીત્રા તરફથી આજ ની કીટ માં વધારા ના ૧ કિલો ચોખા દરેક પરિવાર ને આપવા માં આવેલ છે આ ઝોળી રોટરી મેમ્બર મહેન્દ્રભાઈ સોજીત્રા ના પૂજય પિતા ને પ્રથમ માસિક શ્રદ્ઘાંજલિ સ્વરૂપે સમર્પિત હતી.  માનવતા ની સેવા ના આ પ્રોજેકટ સુદામા ની જોળી હેઠળ સેવા ની સરવાણી સ્વરૂપે ૧૬૦ પરિવાર ને માસિક ખાદ્ય સામગ્રી નું વિતરણ થાઈ છે  દર મહિને બટેટા ની સેવા જીજ્ઞેશભાઈ બગડાઈ ( જલારામ આલુ ભંડાર) તરફથી આપવામાં આવે છે. (તસ્વીર : ભાવેશ ભોજાણી,ગોંડલ)

(11:47 am IST)