સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 8th September 2020

સરધારના ભંગડા ગામે થયેલ યુવાનની હત્યાના કેસમાં સજા પામેલ ત્રણ આરોપીના અપીલના કામે જામીન મંજુર

નીચેની કોર્ટ સાપરાધ મનુષ્યવધ-અપહરણના આરોપમાં સજા ફરમાવી હતી

રાજકોટ તા. ૮: સરધાર તાલુકાના ભંગડા ગામે યુવાનની હત્યા કરવાના આરોપસર સજા થયેલ ત્રણ આરોપીઓને ગુજરાત હાઇકોર્ટ દ્વારા જામીન પર છોડવાનો હુકમ કર્યો છે.

સરદાર તાલુકાના ભગળા ગામે ઉમેશભાઇ રણછોડભાઇ છેલડીયાની હત્યા કરવાના આરોપસર પકડાયેલ (૧) વૈભવભાઇ ઉર્ફે વીભાભાઇ હકાભાઇ મુંધવા (ર) વેજાભાઇ ઉર્ફે દુધો વશરામભાઇ ગમારા (૩) ગોપાલ ઉર્ફે વીપુલભાઇ વસતાભાઇ ગમારા (૪) સગરામભાઇ ભીખાભાઇ મુંધવા (પ) જગાભાઇ ભીખાભાઇ મુંધવા (૬) રામભાઇ અરજણભાઇ મુંધવા (૭) મનોજભાઇ ખેંગારભાઇ મુંધવા (૮) પરબતભાઇ ભીખાભાઇ મુંધવા (૯) કાળાભાઇ હીરાભાઇ સરસીયા રહે બધા :- ગામ સરધાર તા. જી. રાજકોટ સામેનો કેસ ચાલેલ કેસ ચાલતા દરમ્યાન આરોપી નં.૯ કાળાભાઇ હીરાભાઇ સરસીયાનું અવસાન થયેલ અને બાકીના આરોપીઓની સામે કેસ ચાલી જતા અદાલતે (૧) વૈભવભાઇ ઉર્ફે વીભાભાઇ હકાભાઇ મુંધવા (ર) વેજાભાઇ ઉર્ફે દુધો વશરામભાઇ ગામારા (૩) ગોપાલ ઉર્ફે વીપુલભાઇ વસતાભાઇ ગમારાઓને તકસીરવાન ઠરાવી આઇ.પી.સી. કલમ-૩૦ર ના ગુનામાં નિર્દોષ ઠરાવેલ અને સાઅપરાધ મનુષ્યવધના ગુનામાં પાંચ વર્ષની સજા તથા અપહરણના ગુનામાં દસ વર્ષની સજાનો હુકમ કરેલ અને બાકીના પાંચ આરોપીઓને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કરેલ હતો.

આ કેસની હકિકત એવી છે કે, ફરીયાદી તથા આરોપી નં. ૧ વૈભવની બહેન તા. ૧૦-૬-૧૭ના રોજ ભાગી ગયેલ અને સાતેક દીવસ બાદ પરત આવેલ અને ફરીયાદીની બેનને પરત સોંપી દીધેલ તે બાબતનો ખાર રાખી આરોપીઓએ ફરીયાદીના પિતાનું અપહરણ કરી માર મારેલ અને ત્યારબાદ તા. ર-૧-૧૮ના રોજ રાત્રીના તેના પિતાને પોતાના ઘરે લઇ જઇ અંદરનો દરવાજો ખખડાવતા ફરીયાદી બહાર આવતા ફરીયાદમાં ઉપરોકત આરોપીઓ પાસે લાકડી, ધોકા, પાઇપ હતા અને મોટર સાયકલ ઉપર અપહરણ કરી ધોકા અને લોખંડના પાઇપ વતી ગંભીર ઇજાઓ પહોંચાડી અવાવરૂ જગ્યાએ વીડીમાં છોડીને ભાગી ગયેલ. આ અંગે ઉમેશ રણછોડ છેલડીયાએ ફરીયાદ નોંધાવી હતી અને સારવાર દરમ્યાન ફરીયાદીનું મૃત્યુ નિપજતા ખુનનો ગુનો નોંધાયો હતો.

આ કામમાં ફરીયઇાદ પક્ષે કુલ-રર સાહેદો અને કુલ-૪૦ દસ્તાવેજી પુરાવાઓ ઉપર આધાર રાખેલ અને રજુઆત કરેલ કે ગુજરનારની ફરીયાદ છે જે ફરીયાદમાં ત્રણ આરોપીઓના નામ છે અને સાયોંગીક પુરાવાઓ જોતા સજા કરવાની રજુઆત કરેલ હતી.

સેશન્સ અદાલતે ફરીયાદીની ફરીયાદ અને ડોકટરશ્રીનો પુરાવો તેમજ તપાસનીશ અધીકારીની જુબાની માનીને ત્રણ આરોપીઓને સાઅપરધા મનુષ્યવધ અને અપહરણના ગુનામાં સાબીત માનેલ અને ત્રણેય આરોપીઓને સામપરાધ મનુષ્યવધના ગુનામાંં પાંચ વર્ષ અને અપહરણના ગુનામાં દસ વર્ષની સજા કરેલ.

ઉપરોકત સજાના હુકમ સામે ત્રણેય આરોપીઓએ ગુજરાત હાઇકોર્ટમાં અપીલ દાખલ કરી જામીન મેળવવા અરજી કરેલ અને રજુઆત કરેલ કે સેશન્સ અદાલતના હુકમમાં થતી જણાય છે. અને સામરાધ મનુષ્યવધના ગુનામાં ઓછી સજા અને અપહરણના ગુનામાં પુરેપુરી સજા કરેલ છે જે કોન્ટરરી છે અનેજયારે અદાલતમાં અપહરણ સાબીત થતુહોય તેવુ માનતા હોય તો સાઅપરાધ મનુષ્યવધમાં સજા થઇ શકે નહી.

ઉપરોકત દલીલો તેમજ અદાલતનું રેકર્ડ તથા સાહેદોની જુબાની તેમજ ચુકાદાઓને ધ્યાનમાંં લઇ ગુજરાત હાઇકોર્ટ જસ્ટીસશ્રી પરેશભાઇ  ઉપાધ્યાયે પ્રથમ હીયરીંગમાં જ ત્રણેય આરોપીઓને અપીલના કામે જામીન પર મુકત કરવાનો હુકમ કરેલ છે.

આ કામમાં (૧) વૈભવભાઇ ઉર્ફે વીભાભાઇ હકાભાઇ મુંધવા (ર) વેજાભાઇ ઉર્ફે દુધો વશરામભાઇ ગમારા (૩) ગોપાલ ઉર્ફે વીપુલભાઇ વસતાભાઇ વમારા ત્રણેય આરોપીઓ વતી અમદાવાદના એડવોકેટ આશીષભાઇ ડગલી તથા રાજકોટના એડવોકેટ પીયુષભાઇ એમ. શાહ, અશ્વિનભાઇ ગોસાઇ, નીવીદભાઇ પારેખ, નીતેષભાઇ કથીરીયા જીતેન્દ્રભાઇ ધુળકોટીયા, વીજયભાઇ પટગીર, હર્ષલભાઇ શાહ, વીજયભાઇ વ્યાસ, રાજેન્દ્રભાઇ જોશી રોકાયેલા હતા.

(11:58 am IST)