સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 8th September 2020

જુનાગઢ પોલીસે ગૂમ થયેલા ૯ મોબાઇલ શોધી કાઢતા અરજદારો ખુશખુશાલ થઇ થયા

જૂનાગઢ, તા.૮: એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં જુદા જુદા વિસ્તારમાં અરજદારોના પડી ગયેલા તથા ગુમ થયેલા મોબાઈલ બાબતે જુદી જુદી અરજીઓ આપવામાં આવેલ હતી. જે અરજીના ગુમ થયેલા મોબાઈલ શોધી કાઢવાની ઝુંબેશના ભાગ રૂપે જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ  પો.ઇન્સ. આર.જી.ચૌધરી, પીએસઆઇ જે.એચ.કચોટ, સ્ટાફના એ.એસ.આઈ. વલ્લભભાઈ, પો.કો. જીલુભાઈ, ભાવસિંહ, મહિલા પો.કો. શારદાબેન સહિતની ટીમ દ્વારા ર્ંડીવાયએસપી કચેરીના ટેકિનકલ સેલના હે.કો. કમલેશભાઈને દ્વાર્રાં ટેકિનકલ સોર્સ આધારે જહેમત ઉઠાવી, જુદી જુદી કંપનીના કુલ ૦૯ મોબાઈલ કિંમત રૂ. ૧,૦૨,૭૯૮/- ના મળી આવેલ હતા. ર્ંમળી આવેલ તમામ મોબાઈલ અરજદારોને ડીવાયએસપી કચેરી ખાતે બોલાવી, સોંપવામાં આવતા, અરજદારોને પોતાના મોબાઈલ પરત મળતા, ખુશીની લાગણી વ્યકત કરેલ હતી. ગુમ થયેલા મોબાઈલના દ્યણા અરજદારો તો મોટી ઉંમરના અને યુવાન વયના હોય, પોતાના મોબાઈલ પરત મળતા, ખૂબ જ આનંદિત થઈ, તમામ અરજદારો દ્વારા તાળીઓ પાડી, આનંદ વ્યકત કરી, કામ કરનાર પોલીસ સ્ટાફનો વારંવાર આભાર વ્યકત કરતા હોય, ડીવાયએસપી કચેરી ખાતે ભાવવાહી દ્રશ્યો સર્જાયા હતા.

જૂનાગઢ જિલ્લાના ર્ંપોલીસ અધિક્ષક શ્રી રવિ તેજા વાસમ શેર્ટ્ટીં ની સૂચનાથી ર્ંજૂનાગઢ પોલીસ દ્વારા અરજદારોના જુદા જુદા વિસ્તારમાંથી ગુમ થયેલ કુલ ૦૯ મોબાઈલ આશરે એકાદ લાખની કિંમતર્નાં શોધી કાઢી, એક સાથે પરત અપાવી, ર્ંસુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવી, પોલીસ પ્રજાની મિત્ર છે,ર્ં એ સૂત્ર જૂનાગઢ જિલ્લા પોલીસએ સાર્થક કર્યુ હતું.

(12:59 pm IST)