સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 8th December 2021

જામનગરમાં ખીજડિયા બાયપાસથી ખંભાળિયા બાયપાસ વચ્ચે જીઆઇડીસી ફેસ ટુ નજીક ઓઇલ ભરેલું ટેન્કર પલટી મારી ગયું

અકસ્માતને પગલે ટ્રાફિક જામ પણ સર્જાયો: તાત્કાલિક પોલીસ સ્ટાફે દોડી જઇ ટ્રાફિક પૂર્વવત કરવા કાર્યવાહી હાથ ધરી

જામનગરમાં ખીજડિયા બાયપાસથી ખંભાળિયા બાયપાસ વચ્ચે જીઆઇડીસી ફેસ ટુ નજીક ઓઇલ ભરેલું ટેન્કર પલટી મારી ગયું હતું ટેન્કરની પલટી લાગતા રસ્તા ઉપર મોટા પ્રમાણમાં ઓઈલનો જથ્થો આવ્યો હતો અને આ અકસ્માતને પગલે ટ્રાફિક જામ પણ સર્જાયો હતો જેને પગલે તાત્કાલિક પોલીસ સ્ટાફે દોડી જઇ ટ્રાફિક પૂર્વવત કરવા કાર્યવાહી હાથ ધરી હતી (તસવીરો: કિંજલ કારસરીયા, જામનગર)

(8:31 pm IST)