સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 8th December 2021

સ્વામી શ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી મહારાજના ચતુર્થ નિર્વાણ તિથિ મહોત્સવની રાણસીકીમાં ઉંજવણીઃ વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે રકતદાન કેમ્પ યોજાયો

રાજકોટઃ રાજકોટ જિલ્લાના રાણસીકી ગામે પૂ. સ્વામીશ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી મહારાજની ચતુર્થ નિર્વાણ તિથિ મહોત્સવની ઉંજવણી કરવામાં આવી હતી. કાલે સવારથી પૂ. સદાનંદ સરસ્વતીજી મહારાજ અને પૂ. ભોલાનંદ સરસ્વતીજી મહારાજની અધ્યક્ષતામાં કરવામાં આવી હતી. આ તકે ગુરૂ પ્રતિમાનું પૂજન, અર્ચન, મહાઆરતી, સંતોના પ્રવચન, મહાનુભાવો વકતવ્યો તથા સમૂહ ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યુ હતું.
આ તકે ટીંબી ખાતે આવેલી પૂ. નિર્દોષાનંદજી સરસ્વતીજી હોસ્પીટલ માટે રકતદાન કેમ્પનું પણ આયોજન કરાયુ હતું. સમગ્ર મહોત્સવના દાતા તરીકે રાણસીકીના દેવાણી પરિવાર-શાંતિ પ્રોકોન એલએલપી-અમદાવાદનો સહયોગ પ્રા થયો હતો. શાસ્ત્રોકતવિધિ ભાગવત્ કથાકાર કૌશિકભાઈ ભટ્ટ (રાણસીકી)એ કરાવી હતી. આ તકે મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા હતા અને ધર્મોત્સવનો લાભ લીધો હતો. સ્વામીશ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી સન્યાસ આશ્રમ રાણસીકી ખાતે આયોજીત આ મહોત્સવને સફળ બનાવવા માટે સ્વામી શ્રી નિર્દોષામનંદ સરસ્વતીજી સત્સંગ મંડળ-ગ્રામજનોએ જહેમત ઉંઠાવી હતી જે તસ્વીરમાં નજરે પડે છે.

 

(10:27 am IST)