સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 8th December 2021

અગાઉ અકસ્માતમાં જમણો પગ ગૂમાવેલ કોડીનારના દિવ્યાંગ પ્રૌઢને ફરી અકસ્માત : હાથ - પગમાં ગંભીર ઇજા

કોડીનાર તા. ૮ : શહેર મધ્યમાં આવેલા છા રા જાપા વિસ્તારમાં એક અકસ્માત સર્જાયો હતો જેમાં અગાઉ એક અકસ્માત માં જમણો પગ ગુમાવેલા દિવ્યાંગ પ્રૌઢનો ડાબો હાથ અને ડાબોપગ ટ્રક હેઠળ કચડાઈ ગયા હતાં. અકસ્માતની જાણ થતા કોડીનાર પોલીસના રમેશ ભાઈ વાઢેરઙ્ગ તાત્કાલિક બનાવનાની જગ્યાએ પહોંચી અને ઘવાયેલા બાલુભાઈ જાદવ ને કોડીનાર ની આર, એન, વાળા, હોસ્પિટલે સારવાર માટે ખસેડીયા હતાં અને રોડ કિલયર કરાવીયો હતો ગમ્ભીર રીતે ઘાયલ બાલુભાઈ ને કોડીનાર પ્રાથમીક સારવાર અપીયાબાદ વધું સારવાર માટે રાજકોટ ખસેડાયા છે જયાં તેમની હાલત ગણાવાઈ રહી છે કોડીનાર ની સ્થિતિ એ છે કે મોટાભાગના વાહનો બાયપાસ ને બદલે કોડીનાર શહેર માંથી પસાર થાય છે આથી બાયપાસ પર દુદાણા ગામ પાસે આવેલો પુલ અતિ જર્જરિત બની ગયો છે આથી આ પુલ પરથી ભારે વાહનોને પસાર થવા દેવાતા નથી. એક તરફ હાઈવે ઓથોરિટી આ પુલની મરામત કરતી નથી અને પુલ પરથી વાહનો પસાર થવા દેવાતા નથી ત્યારે ભારે વાહનો પણ કોડીનાર શહેર વચ્ચે થીજ પસાર થાય છે આથી હાઈવે ઓથોરિટી દ્વારા તાત્કાલિક દુદાણા નજીક ના પુલ ની મરામત થાય અને કોડીનાર શહેર ના લોકો ભયમુકત જીવન જીવી શકે એમ શહેરી જનો ઈછી રહ્યા છે

(10:59 am IST)