સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 8th December 2021

મોરબીમાં રેશનકાર્ડ ધારકોની રોજીંદી કામગીરી શહેર મામલતદાર કચેરીએ કરાવવા માંગ.

કોંગ્રેસ અગ્રણી રમેશભાઈ રબારીએ જીલ્લા કલેકટરને રજૂઆત કરી.

મોરબી શહેરના રેશનકાર્ડ ધારકોમાંથી રોજીંદી કામગીરી શહેર મામલતદાર કચેરીએ કરાવવાની માંગ સાથે કોંગ્રેસ અગ્રણીએ જીલ્લા કલેકટરને રજૂઆત કરી છે
 કોંગ્રેસ અગ્રણી રમેશભાઈ રબારીએ રજૂઆતમાં જણાવ્યું છે કે મોરબીમાં રેશનકાર્ડ અને આનુસંગિક જરૂરી કામકાજ હાલ લાલબાગમાં થાય છે જ્યાં શહેર અને તાલુકાની કામગીરી સાથે થતી હોવાથી વધુ ટ્રાફિક રહે ચેહ જેથી અરજદારોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે જેથી મોરબી શહેરના લાભાર્થી માટેની કાર્યવાહી શહેર મામલતદાર કચેરી ખાતે ચાલુ કરવી જોઈએ અને અલગ સ્ટાફની વ્યવસ્થા કરી તાલુકા અને શહેરની અલગ વ્યવસ્થા પૂરતા સ્ટાફ સાથે કરવામાં આવે તો લાભાર્થીઓને ફાયદો થશે
  વધુમાં પુરવઠા વિભાગને અનાજ વિક્રેતાઓ પણ નિયમ મુજબ પુરવઠો આપતા નથી દસ કિલોના બદલે આઠ કિલો અને વીસ કિલોના સ્થાને ચૌદ કિલો અનાજ અપાય છે અને પહોંચ પણ આપતા ના હોય જેથી લાભાર્થીઓ સાથે થતી છેતરપીંડી બંધ કરાવવા યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરી છે.

(11:33 am IST)