મોરબી જીલ્લામાં સમરસ થયેલી ગ્રામ પંચાયતના સરપંચ-સભ્યને કોંગ્રેસ પ્રમુખ જયંતીભાઈ પટેલે અભિનંદન પાઠવ્યા.
મોરબી જીલ્લામાં યોજાનાર ગ્રામ પંચાયત ચુંટણી પૂર્વે અનેક ગ્રામ પંચાયતો સમરસ જાહેર થઇ છે ત્યારે મોરબી જીલ્લા કોંગ્રેસ પ્રમુખે સમરસ ગામના સરપંચ અને દરેક સભ્યને અભિનંદન પાઠવ્યા છે
મોરબી જીલ્લા કોંગ્રેસ સમિતિ પ્રમુખ જયંતીભાઈ જે પટેલે જણાવ્યું છે કે લોકશાહી મહાપર્વમાં જાહેર થયેલ સમરસ ગ્રામ પંચાયતના સરપંચ અને તેની પૂરી ટીમ પૂરી નિષ્ઠાથી કામ કરી ગામના વિકાસમાં ભાગીદાર બને અને સરકારની યોજનાઓ પૂર્ણ રીતે સાકાર કરે સાથે ગામોને સ્વચ્છ, સુંદર અને વિકાસશીલ બનાવે તેવી આશા સાથે અભિનંદન પાઠવ્યા છે તેમજ કોઈપણ પ્રકારના સહયોગ માટે મોરબી જીલ્લા કોંગ્રેસ કાર્યાલયના દ્વાર આપના માટે ખુલ્લા છે અને દરેક પ્રકારના સાથ અને સહયોગ આપવા તત્પર હોવાનું કોંગ્રેસ પ્રમુખ જયંતીભાઈ પટેલે જણાવ્યું છે.