કોડીનારમાં ઇજાગ્રસ્તને ઉંચકીને પીજીવીસીએલ કર્મચારીએ હોસ્પિટલે પહોંચાડ્યો
કોડીનારઃ કોડીનાર નદી ના પુલના છેડે રીક્ષા સ્ટેશન પાસેઙ્ગ એક ટ્રક અને મોટર બાઈક ડિસ્કવર અથડાતા અકસ્માત થયેલ તે સમયે પીજીવીસીએલના દીપકભાઈ ગોહીલ ત્યાં થી પસાર થતા તેઓએ ૧૦૮ને જાણ કરી જેમાં એક ભાઈને પગના અંગુઠામાં ઇજા થયેલ તેમજ પગના ગોઠણ માં ઇજા થયેલ તથા બીજા ભાઈને પગમાં બંને પગમાં ઇજા થવા પામેલ બંને ઈજાગ્રસ્તોને દીપકભાઈ એ ઉચકી અને ૧૦૮ માં બેસાડી અને રાના. વાલા. હોસ્પિટલમાં સારવાર માટે મોકલી આપેલ આમ દીપકભાઈ ગોહિલે વધુ એક સેવાનું ઉમદા ઉદાહરણ પૂરુ પાડેલ છે જયારે સુગર ફેકટરી થી તૃપ્તિ પેટ્રોલ પંપ વચ્ચે બે બાઇક અને ઇકો વાન નો ત્રિપલ અકસ્માત થયેલ જેમાં બે વ્યકિતને માથામાં ગંભીર ઇજા થયેલ હેમરેજ થયેલ તે સમયે પીજીવીસીએલ ના કર્મચારીદીપકભાઈ ગોહીલ પોતે કલાકાર હોવાથી ઉના માં જીગ્નેશ કવિરાજ ના પ્રોગ્રામ માં જતા હતા તે સમયે તેમણે બધું કામ મૂકી અને પેલા બંને વ્યકિતઓને અકસ્માતની પંદર જ મિનિટમાં હોસ્પિટલે પહોંચાડી એક ઉમદા કામ કરેલ અને બે મહામૂલી માનવ જિંદગી ના જીવ બચાવેલ જેમાં વશરામભાઈ સેવરા ગામ થોરડી અને સાબીર અનવર મન્સૂરી ૫૧૨ કવાટરમાં રહે છે કોડીનાર આમ ભગવાન અનાયાસે આવા અકસ્માત સમયે દિપક ગોહિલ ને હાજર રાખતા હોય છે.