સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 8th December 2021

ઉના તાલુકાની ૧૦ ગ્રામ પંચાયતો તથા ગીરગઢડા તાલુકાની ૭ ગ્રામ પંચાયતો સમરસ

(નવીન જોશી દ્વારા) ઉના, તા. ૮ :. તાલુકાની ૭૬ ગ્રામ પંચાયતોમાંથી ૧૦ ગ્રામ પંચાયતો સમરસ બની છે તેમજ ગીરગઢડા તાલુકાની ૫૧ ગ્રામ પંચાયતો પૈકી ૭ ગ્રામ પંચાયતો સમરસ બની છે.

ઉના તાલુકાની ૭૬ ગ્રામ પંચાયતોની સરપંચ તથા વોર્ડની સામાન્ય ચૂંટણી જાહેર થતા ૭૬ સરપંચના ઉમેદવારો માટે ૨૫૫ ફોર્મ ભરાયા હતા. ૬૭૪ વોર્ડની બેઠકો માટે ૧૪૨૨ ફોર્મ ભરાયા હતા. આજે ફોર્મ પાછા ખેંચવાના અંતિમ દિવસે ફોર્મ ખેંચાઈ જતા ઉના તાલુકાની ૭૬ ગ્રામ પંચાયતો પૈકી ૧૦ ગ્રામ પંચાયત સમરસ પૂર્ણ બની હતી. જેમાં (૧) ખાપટ (૨) રાજપૂત રાજપરા (૩) સોખડા (૪) મઘરડા (૫) દાંડી (૬) વરસંગપુર (૭) દુધાળા (૮) રાણાવશી (૯) રામપરા (૧૦) ભાડાસી ગ્રામ પંચાયત સમરસ બની છે. બાકીના ૬૬ ગામોમાં ચૂંટણીના જંગમાં ગરમાવો આવ્યો છે.

કેટલીક ગ્રામ પંચાયતોમાં રાજકીય આગેવાનોએ સમરસ કરવા ધમપછાડા કર્યા તેમ છતા ગ્રામ્ય વિસ્તારમાં લોકોને ચૂંટણી લડવાની ખૂબ ઈચ્છા હતી.

ગીરગઢડા તાલુકાની ૫૧ ગ્રામ પંચાયતો પૈકી ૭ ગ્રામ પંચાયત આજે ફોર્મ પાછા ખેંચવાના છેલ્લા દિવસે સમરસ થઈ છે. જેમાં (૧) નગડીયા (૨) વડલી (૩) ચોરલીગોલી (૪) લુવારી મોલી (૫) બેડીયા (૬) મહોબતપરા (૭) ઝુડવડલીનો સમાવેશ થાય છે. હવે ૪૪ ગ્રામ પંચાયતની ચૂંટણી લડાશે. આગામી તા. ૧૯ના મતદાન બેલેટ પેપરથી કરવામાં આવશે.

(11:58 am IST)