સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 8th December 2021

બાબરા તાલુકાની ૪૪ ગ્રામ પંચાયતની ચુંટણી પૈકી ૧૧ ગ્રામ પંચાયત સમરસ

(ભરત મહેતા દ્વારા) કોટડાપીઠા તા. ૮ : બાબરા તાલુકાની કુલ પ૮ ગ્રામ પંચાયત પૈકી ૪૪ ગ્રામ પંચાયતની ચુંટણી યોજાનાર છે જેમાં આજે તા.૭/૧રના રોજ ફોર્મ પાછા ખેંચવાની છેલ્લી તારીખે બાબરા તાલુકાના કુલ૧૧ ગ્રામ પંચાયત સમરસ થઇ છે જેમાં ઇશાપર, ધરાઇ, ભીભા, ભીલડી, થોરખાણ, સુકવાળા, વાંકિયા, ઉંટવડ, વલારડી, કયુવરગઢ, અમરવાલપુર, સહિના ૧ર ગ્રામની પંચાયત સમરસ બનતા બાબરા તાલુકાના પંચાયતના પ્રમુખ ભરતભાઇ બુટાણી, અશોકભાઇ, રાજુભાઇ, વિનુભાઇ, તમામ ૧૧ ગામના લોકોનો ગામને સમરસ બનાવવા બદલ આભાર માનેલ છે.

(12:32 pm IST)