સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 8th December 2021

રૂ. પચાસ હજારની લાંચ લેનારા પીજીવીસીઍલના નાયબ ઇજનેર તથા લાઇન મેનને ત્રણ વર્ષ કેદની સજા ફટકારતી સેશન્સ કોર્ટ

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ,તા. ૮: લોધીકા તાલુકા ના મેટોડા જીઆઇડીસી મા કારખાનેદાર પાસે થી વિજ કનેકશન ટ્રાન્સફર કરવા રુ.પચાસ હજારની લાંચ લેનારા પીજીવીસીએલના નાયબ ઇજનેર સરદારસિહ દિલાવરસિહ ઝાલા તથા લાઇનમેન જશવંત ડામોરનેઙ્ગ અત્રેની સેસન્સ કોર્ટે કસુરવાન ઠેરાવી ત્રણ વર્ષ ની કેદ તથા રૂ.દશ હજાર નો દંડ ફટકારતી સજા નો હુકમ ફરમાવ્યો છે.

પ્રાપ્ત વિગતો મુજબ જાન્યુ.૨૦૧૨ મા રાજકોટ રહેતા અને મેટોડા કારખાનુ ધરાવતા કુણાલભાઇ પાટડીયા એ કારખાના નુ વેચાણ કર્યુ હોય પોતાના પિતા ના નામ નુ વિજ કનેકશન ટ્રાન્સફર કરાવવુ હોય મેટોડા પીજીવીસીએલઙ્ગ કચેરી મા રજૂઆત કરી હતી.જે અંગે નાયબ ઇજનેર સરદારસિહ ઝાલાએ રુ.અઢીલાખ ની લાંચ માંગતા રકજક ના અંતે રુ.પચાસ હજાર આપવા નુ નક્કી થયુ હતુ.ઙ્ગ

દરમ્યાન કારખાનેદાર કુણાલભાઇ પાટડીયા એ રાજકોટ એસીબી પોલીસ મા લાંચ અંગે ફરિયાદ કરતાઙ્ગ પીઆઇ.દોશી એ તા.૬/૧/૧૨ ના છટકુ ગોઠવતા નાયબ ઇજનેર સરદારસિહ ઝાલા વતી લાઇનમેન જશવંત ડામોરે લાંચ સ્વીકારતા જડપી લઇ બન્ને વિરુધ લાંચ રુશવત ધારા હેઠળ કાયઁવાહી કરી બાદ મા કોર્ટમા ચાર્જ સીટ રજુ કરતા ચકચારી લાંચ પ્રકરણ નો કેસ અત્રે ની સેસન્સ કોર્ટ મા ચાલી જતા સરકાર પક્ષે એડવોકેટ ઘનશ્યામભાઇ ડોબરીયા એ સાત જેટલા સાહેદો ને તપાસી દસ્તાવેજી પુરાવા રજુ કરતા નાયબ ઇજનેર સરદારસિહ ઝાલા તથા લાઇનમેન જશવંત ડામોર ને ત્રણ વર્ષ ની કેદ તથા રુ.દશ હજાર ના દંડ ની સજા ફરમાવતો હુકમ એડી.સેસન્સ જજ આર.પી.એસ.રાઘવે ફરમાવ્યો હતો.આ કામમા સરકાર પક્ષે મદદનીશ સરકારી વકીલ ઘનશ્યામભાઇ ડોબરીયા રોકાયા હતા.

(12:00 pm IST)