સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 8th December 2021

સૌરાષ્ટ્ર-કચ્છમાં ઠંડીમાં વધઘટ નલીયા ૧ર.૮ ડિગ્રી

મોડીરાત્રીના અને વહેલી સવારના સમયે ઠંડક બાદ આખો દિવસ અસહ્ય ઉકળાટ યથાવત

રાજકોટ તા. ૮ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં આજે ઠંડીમાં વધઘટ યથાવત છે.આજે કચ્છના નલીયામાં લઘુતમ તાપમાન ૧ર.૮ ડિગ્રી નોંધાયું હતું. જયારે રાજકોટમાં ૧૮.૧ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છ.ે

છેલ્લા ર-૪ દિવસથી મિશ્ર વાતાવરણનો માહોલ યથાવત છે મોડી રાત્રીના અને વહેલી સવારના સમયે સામાન્ય ઠંડકનો અનુભવ થાય છે જો કે સવારે સૂર્ય નારાયણના દર્શન થતાની સાથે જ હુંફાળુ વાતાવરણ છવાઇ જાય છે.અને જેમ-જેમ દિવસ પસાર થાય છે તેમ-તેમ ગરમીની અસર વધવા લાગે છે.

જુનાગઢ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ : સોરઠમાંથી આજે ગુલાબી ઠંડી પણ ગાયબ થઇ જતા મિશ્ર ઋતુ અનુભવાઇ છે.

છેલ્લા બે દિવસથી તાપમાનમાં વધઘટ થઇ રહી છે. સોમવારે જુનાગઢનું લઘુતમ તાપમાન ૧૯.ર ડિગ્રી રહ્યા બાદ મંગળવારે ઘટીને ૧પ.પ ડિગ્રી નોંધાયું હતું

જયારે આજે તાપમાનનો પારો સવારે ૬.૧ ડિગ્રી ઉપર ચડીને ર૧.૬ ડિગ્રીએ સ્થિર થતા ગુલાબી ઠંડી નહિવત થઇ ગઇ હતી.

તાપમાન વધવાની સાથે આજે સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ઘટીને ૪૯ ટકા થઇ જતા સવારના ગરમી અનુભવાઇ હતી.(૬.૧૩)

કયાં કેટલી ઠંડી

શહેર     લઘુતમ  તાપમાન

અમદાવાદ        ૧૭.૭ ડિગ્રી

અમરેલી ૧૮.૪    ડિગ્રી

વડોદરા  ૧૭.૪    ડિગ્રી

ભાવનગર         ૧૯.૩ ડિગ્રી

ભુજ     ૧પ.૮   ડિગ્રી

દમણ    રર.૪    ડિગ્રી

ડીસા     ૧પ.ર    ડિગ્રી

દિવ     ર૦.૬    ડિગ્રી

દ્વારકા    ૧૯.૦    ડિગ્રી

કંડલા    ૧૮.૦    ડિગ્રી

નલીયા  ૧ર.૮    ડિગ્રી

ઓખા    રર.૪    ડિગ્રી

પોરબંદર રર.૦    ડિગ્રી

રાજકોટ  ૧૮.૧    ડિગ્રી

સુરત    ૧૯.૪    ડિગ્રી

વેરાવળ રર.૩    ડિગ્રી

(12:25 pm IST)