સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 8th December 2021

ટંકારાના છતર ગામે સરકારી ખરાબામાં હોટેલ બનાવનાર બે શખ્સો સામે ફરીયાદ

મનોજ અગ્રવાત અને વિપુલ અગ્રાવત સામે જમીન પચાવી પાડવાના નવા કાયદા હેઠળ ગુન્હો નોંધાયો

(પ્રવિણ વ્યાસ દ્વારા)મોરબી,તા. ૮ : ટંકારાના છતર ગામના સરકારી ખરાબાની જમીનમાં હોટલ બનાવી દબાણ કરી ગેરકાયદેસર કબજો કર્યો હોવાની ફરિયાદ ટંકારા મામલતદારે ટંકારા પોલીસમાં નોંધાવી છે.

મળતી માહિતી મુજબ ટંકારા મામલતદાર નરેન્દ્રભાઈ પુંજાભાઈ શુકલએ ટંકારા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે આરોપી મનોજભાઈ રમણીકભાઈ અગ્રાવત અને વિપુલભાઈ રમણીકભાઈ અગ્રાવત રહે-બંને છતર ગામએ છતર ગામના સરકારી ખરાબાના સર્વે નંબર-૧૬૭ વાળી જમીનમાં પોતે સંતકૃપા હોટલ બનાવી આશરે ૨૬૦૦ ચો.મી. જમીનમાં આશરે પાંચ વર્ષથી દબાણ કરી ગેરકાયદેસર કબજો કરી આજદિન સુધી કબજો ચાલુ રાખ્યો હોવાની ફરિયાદ નોંધાવી છે તો ટંકારા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(12:25 pm IST)