સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 8th December 2021

ગોંડલનાં યુવા અગ્રણીનું સમાજને રાહ ચિંધતુ પગલુ : બાબાસાહેબ આંબેડકરના નિર્વાણ દિને અંગદાનનો કર્યો સંકલ્પ

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ તા.૮: નગરપાલીકાના પુર્વ સદસ્ય અને દલીત સમાજનાં આગેવાન અનિલભાઈ માધડે તા.૬ બાબાસાહેબ આંબેડકરના નિર્વાણ દિન નીમીતે અંગદાનનો સંકલ્પ કરી આ માટે કાર્ય કરતી સંસ્થા મા સંકલ્પ પત્ર ભર્યુ છે.

અનિલભાઈ માધડે શ્રી બદ્રીનાથ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અંગદાન અંગે જાહેરાત કરી છે. ડો.દિપક વાડોદરીયા સંચાલીત આ ટ્રસ્ટ દ્વારા ચાર વર્ષ પહેલા યોજાયેલ અંગદાન કેમ્પમાં ૧૦૫૦ થી વધુ દાતાઓ એ ભાગ લીધો હતો જે વર્લ્ડ રેકોર્ડ ગણાયો છે.શરીરના કિડની,ફેફસા,હદય,આંખોનુ દાન કરી કોઈ વ્યકિત ને નવજીવન બક્ષી શકાય છે.ખાસ કરીને બ્રેન ડેડ સમયે અંગદાન કરી શકાતુ હોય છે.

અંગદાન અંગે અનિલભાઈ માધડે જણાવ્યુ કે લોહીનુ એક ટીપુ જેમ માણસ ને જીવન બક્ષે છે તેમ અંગદાન પણ કોઈની જીંદગી બને છે.બાબાસાહેબે સમાજ માટે જીવનપર્યંત યોગદાન આપ્યુ છે.તેમની પ્રેરણા લઈ આ નિર્ણય કર્યો છે.

(12:26 pm IST)