સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 8th December 2021

અમરેલીમાં યુવતિના ફોટા ઇન્સ્ટાગ્રામમાં મુકવા જતા ઠપકો આપતાં હાથમાં બટકૂ ભરી લીધુ

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા. ૮ :.. અમરેલી પાણી દરવાજા કાજીવાડ પાસે રહેતી યુવતીના ફોટા મોબાઇલ ઇન્સ્ટાગ્રામમાં મુકતા ઠપકો આપવા જતા સુજલ હુસેનભાઇ હીના હુસેનભાઇ, ખુશ્બુ હુસેનભાઇ, સહેબાજબેન હુસેનભાઇ ચૌહાણે ગાળો બોલી લાકડી અને ઢીકાપાટુ વડે માર મારી ખુશ્બુએ હાથે બટકુ ભરી ધમકી આપ્યાની અમરેલી સીટી પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

નશો

જિલ્લામાં પ્રોહીબીશનની પ્રવૃતિને નેસ્તનાબુદ કરવા માટે જિલ્લા પોલીસ વડા શ્રી નિર્લિપ્ત રાયની સુચના અને માર્ગદર્શન મુજબ ડ્રીંકસ એન્ડ ડ્રાઇવ દરમિયાન જુદા જુદા સ્થળોએથી ૮૧ શખ્સોને નશો કરેલી હાલતમાં ઝડપી લઇ જેલની હવા ખવડાવી સરભરા કરી હતી.

ભગાડી

સાવરકુંડલાના આડસગ ગામે રહેતી સગીરાને વલ્લભીપુરના ચમારડી ગામનાં અંકીત ઉર્ફે અનકો જીતુભાઇ મેર લગ્નની લાલચ આપી લલચાવી ફોસલાવી ભગાડી ગયાની  સગીરાની માતાએ સાવરકુંડલા રૂરલ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

ઇજા

સાવરકુંડલા તાલુકાના ગાધકડા ગામે રહેતી નયનાબેન દિનેશભાઇ ગોહીલ (ઉ.રપ) પતિને બોલાવા જતા અનકબેને ઉર્ફે જાનવીબેન મુનાભાઇ, ધનસુખ હેમુભાઇ, જયસુખ હેમુભાઇ ઘરેણા બાબતે બોલાચાલી કરી ગાળો બોલી ધનસુખે જાનવીબેનને છૂટી ઇંૅટનો ઘા મારી ઇજા કરી ધમકી આપ્યાની સાવરકુંડલા રૂરલ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

કાર સળગી

ડેડાણના એસ્ટેટ બ્રોકર પરેશભાઇ ઘુસાભાઇ ચોવટીયા તેમના મિત્રની ફોર વ્હીલ જી. જે. ૦પ-સીઆર-૮૬૭ર લઇને ડેડાણથી જીવાપર તેમના સંબંધીને દવા આપીને પરત ફરતા હતાં. ત્યારે રસ્તામાં કારમાં અચાનક ધુમાડો થતા અને ગાડી લોક થઇ જતા કાચ તોડી બહાર નીકળતા થોડીવારમાં કારમાં આગ લાગતા કાર સળગી ગયાનું ખાંભા પોલીસ મથકમાં જાહેર કરેલ છે.

(1:24 pm IST)