સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 8th December 2022

જામનગરમાં બે દિ'માં ૪૫ ઢોરને ડબ્‍બે પુરાયા

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર, તા.૮: મહાનગરપાલિકાના કમિશનર શ્રી વિજય કુમાર ખરાડી,નાયબ કમિશનર ભાવેશભાઈ જાની, સોલિડ વેસ્‍ટ મેનેજમેન્‍ટના કાર્યપાલક ઇજનેર શ્રી મુકેશભાઈ વરણવાના માર્ગદર્શન મુજબ જામનગર શહેરમાં ટ્રાફિકને અડચણરૂપ તથા જાહેર માર્ગ પરથી ઢોરનો ત્રાસ દૂર કરવા માટે રાઉન્‍ડ ધ ક્‍લોક ઢોર પકડવાની કામગીરી મનપાના કર્મચારીઓ દ્વારા કરવામાં આવી રહી છે છેલ્લા બે દિવસ દરમિયાન વિવિધ વિસ્‍તારોમાંથી ૪૫ જેટલા ઢોર ડબ્‍બે મૂકવામાં આવ્‍યા છે.

શહેરમાં ટ્રાફિકને અડચણરૂપ રખડતા ભટકતા ઢોરોનો ત્રાસ દૂર કરવા જામનગર મહાનગરપાલિકા દ્વારા શરુ થયેલ ઝુંબેશ અંતર્ગતᅠ શરુ સૈકશન,ᅠ પંચવટી ગૌશાળા, ધરાનગર, પાણાખાણ, રડાર રોડ, ગુલાબ નગર, મોહનનગર, કામદાર કોલોની ,ગોકુલ નગર, ગ્રીન સિટી શરૂસએક્‍શન રોડ, દિઞજામ સર્કલ, ગોકુલ નગર સહિતના વીસતાર માંથી આજે ૨૦ ઢોરોને પકડવામાં આવ્‍યા છે. તેમજ છેલ્લા બે દિવસ દરમિયાન વિવિધ વિસ્‍તારોમાંથી ૪૫ જેટલા ઢોરને પકડી લઈ ડબ્‍બે પુરવાની કામગીરી કરવામાં આવી છે , તેમજ ગોકુલ નગર રડાર રોડ ગ્રીન સિટી ખાતેથી ૮ ખૂટ્‍યા પકડી ઢોરના ડબ્‍બે પૂરવામા આવ્‍યા છે, ચાલુ વર્ષેᅠ કુલ ૨૪૯૯ᅠ જેટલા ઢોરોને પકડવામાં આવેલ છે, અને કુલ-૭૪પ ઢોરોને અમદાવાદ સ્‍થિત શ્રી ગોપાલ કૃષ્‍ણ જન કલ્‍યાણ સેવા ટ્રસ્‍ટ, પાંજરાપોળ ખાતે મોકલી દેવામાં આવેલ છે. આ સમગ્ર કામગીરી સોલિડ વેસ્‍ટ વિભાગના કર્મચારીઓએ કરી હતી.

(10:41 am IST)