સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 8th December 2022

જામનગર જિલ્લામાં ૫ બેઠકો પર સવારે ૮ વાગ્‍યે હરિયા કોલેજ ખાતે ગણતરી

મત ગણતરી સેન્‍ટરમાં ચુસ્‍ત બંદોબસ્‍ત વચ્‍ચે વહેલી સવારથી ચહપહલઃ જિલ્લા કલેકટર અને જિલ્લા ચૂંટણી અધિકારી ડો. સૌરભ પારધી, એસપી પ્રેમસુખ ડેલુ સહિતના પોલીસ અધિકારીઓ દ્વારા ખાસ સુરક્ષા વ્‍યવસ્‍થા

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર, તા.૮: જામનગર જિલ્લામાં ૫ બેઠકો પર સવારે ૮ વાગ્‍યે હરિયા કોલેજ ખાતે ગણતરી શરૂ થઈ છે.

સૌ પ્રથમ બેલેટ પેપરોની ગણતરી શરૂ થઈ હતી. ૪૫ ઉમેદવારોના ભાવિનો જનાદેશ આજે આવશે. ૭,૨૫,૩૧૮ મતદારોએ ૬૦.૦૧% મતદાન કર્યું હતું. કુલ ૧૨,૦૮,૫૭૧ મતદારો જામનગર જિલ્લાની ૫ સીટોમાં નોંધાયેલા છે. ચુસ્‍ત બંદોબસ્‍ત વચ્‍ચે મતગણતરી શરૂ થઈ છે.

જામનગર જિલ્લાની ૫ વિધાનસભાની બેઠકો પર ૪૫ ઉમેદવારોના ભાવિનો આજે ફેસલો આવવાનો છે ત્‍યારે સવારથી જ હરિયા કોલેજ ખાતે મત ગણતરી સેન્‍ટરમાં ચુસ્‍ત બંદોબસ્‍ત વચ્‍ચે વહેલી સવારથી ચહપહલ જોવા મળી હતી. સવારથી જ જિલ્લા કલેકટર અને જિલ્લા ચૂંટણી અધિકારી ડો. સૌરભ પારધી, એસપી પ્રેમસુખ ડેલુ સહિતના પોલીસ અધિકારીઓ દ્વારા ખાસ સુરક્ષા વ્‍યવસ્‍થા પણ ગોઠવી લેવામાં આવી હતી અને મત ગણતરી સ્‍થળે ઉમેદવારોના એજન્‍ટોને પ્રવેશ આપવામાં આવ્‍યો હતો. (તસવીરઃ કિંજલ કારસરીયા, જામનગર)(૨૨.૯)

૭૬ કાલાવડ (અનામત)ઉમેદવારો - ૫

ટેબલ - ૧૨

૨૫ રાઉન્‍ડ

પડેલ મતો - ૧,૨૯,૯૫૮

૭૭ જામનગર ગ્રામ્‍ય

ઉમેદવારો - ૬

ટેબલ- ૧૩

૨૧ રાઉન્‍ડ

પડેલ મતો - ૧,૬૨,૦૦૯

૭૮ જામનગર ઉત્તર

ઉમેદવારો - ૧૧

ટેબલ- ૧૪

૧૬ રાઉન્‍ડ

પડેલ મતો - ૧,૫૨,૩૩૫

૭૯ જામનગર દક્ષિણ

ઉમેદવારો - ૧૪

ટેબલ-૧૪

૧૪ રાઉન્‍ડ

પડેલ મતો - ૧,૩૨,૧૪૪

૮૦ જામજોધપુર

ઉમેદવારો - ૯

ટેબલ- ૧૪

૨૦ રાઉન્‍ડ

પડેલ મતો - ૧,૪૮,૮૭૭

(10:47 am IST)