News of Thursday, 8th December 2022
ઓખા પાછલી બજાર નકુમ હાર્ડવેરમાં ભયંકર આગ લાખોનો માલ બળીને ભસ્મઃ જાનહાનિ નહી
(ભરત બારાઇ દ્વારા) ઓખા તા. ૮ :.. ઓખા પાછલી બજારમાં આવેલ નકુમ હાર્ડવેરમાં આજ સાંજના સમયે અચાનક આગ લાગી હતી. આ આગની જવાળાઓ દૂર સુધી જોવા મળી હતી. ઓખા નગરપાલીકા ફાયર બ્રિગેડ, મીઠાપુર ટાટાના ફાયર બ્રિગેડ, સાથે કોસ્ટ ગાર્ડના જવાનો સ્થળ પર પહોંચી આગ બુજવાના કામે લાગવા છતાં રાતના મોળે સુધી આગ કાબુમાં આવી નથી. લાકડા તથા ફાઇબરમાં આગ લાગી હોવાથી કાબુમાં લેવુ મુશ્કેલ હતું. અહીં લાખોનું નુકશાનીનો અંદાજ છે. કોઇ જાનહાની થઇ નથી.
(12:09 pm IST)