સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 8th December 2022

હળવદના સામતસર તળાવમાં ઠંડીમાં પક્ષીઓનો જમાવડો : શિયાળાની સાંજનાં અદભુત નજારા થી લોકો રોમાંચિત

હળવદ : સમગ્ર ઉત્તર ભારતની સાથે ગુજરાતમાં પણ ઠંડીનું આગમન થઈ ચૂકયું છે. ત્‍યારે શિયાળાની સાંજ કાઇક અનોખું કુદરતી સૌંદર્ય પ્રસ્‍તુત કરતી હોઈ છે . ત્‍યારે હળવદ નગરના વિશાળ તળાવ એવા સામતસર તળાવ મા ઢળતી સાંજનો નજારો આહલાદક અને મન મોહક બની રહે છે . નર્મદા મૈયાના પાણી થી છલો છલ ભરેલું તળાવ ના વચ્‍ચે આવેલ વળક્ષમાં ઢળતી સાંજે વિવિધ પ્રકારના પક્ષીઓ પોતાના રાત્રિ નિવાસ માટે આવી ગોઠવાય જાય છે જેનો કલરવ અને પાણી સાથે ઠંડીનો અહેસાસ તળાવ કિનારે ફરવા આવનાર લોકો માણી રહ્યા છે. ઠંડી વધવાની સાથે અમુક વિદેશી પક્ષીઓનું આગમન પણ થશે. જેનાથી તળાવનું સૌંદર્ય વધુ સુંદર લાગશે.

(12:13 pm IST)