સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 9th February 2023

ભાટીયામાં બોર્ડની પરિક્ષાનો ભય દુર કરવા અનોખો પ્રયોગ

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા.૯ : દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જિ.શિ. એસ.જ.ે ડુમરાળિયાના માર્ગદર્શન હેઠળ નિશીક્ષણમાં અવનવા પ્રયોગો થઇ રહ્યા છે ત્‍યારે તાજેતરમાં યોજાયેલ જિલ્લા કક્ષાની પરીક્ષામાં ભાટીયાની બે શાળાઓએ અનોખો પ્રયોગ ધો.૧૦ ની બોર્ડ પરીક્ષાના સંદર્ભમાં કર્યો હતો.  બોર્ડની  પરીક્ષામાં છાતરોને તેમના નંબરો અન્‍ય શાળાના બિલ્‍ડીંગમાં આવતા હોય છે. જેથી ભાટીયાની એલ.એન.પી.શળાા તથા દિવ્‍યજયોત શાળા દ્વારા તાજેતરમાં પરીક્ષામાં બન્ને શાળાના વિદ્યાર્થીઓ એક બીજાના બિલ્‍ડીંગમાં બદલાવીને પરીક્ષાનું સુંદર આયોજન સફળતા પૂર્વક કર્યુ હતું તથા ધો. ૧૦ ની બોર્ડની પરીક્ષા મુજબની કાર્યવાહી કામગીરીનું આયોજન કરીને બોર્ડની પરીક્ષાનો ડર અને હાઉ દુર થઇ જાય તે માટે સુચારૂ વ્‍યાસ્‍થા કરીને વિદ્યાર્થીઓને પ્રોત્‍સાહિત કર્યા હતા જિ.શિ. ડુમરાળીયાએ બન્ને શાળાઓને અભિનંદન પાઠવ્‍યા હતા તથા એજયુ.ઇન્‍સ. ગોપાલભાઇ નકુમે બન્ને શાળાઓની પરીક્ષા સમયે રૂબરૂ મુલાકાત પણ લીધી હતી.

(1:37 pm IST)