News of Thursday, 9th June 2022
હળવદમાં રોટરી પ્લેહાઉસનું ઉદઘાટન
હળવદઃ હળવદમાં રોટરી પ્લે હાઉસ ઉદઘાટન શુભ મુહૂર્તમાં ગણપતિ અને સરસ્વતીની પૂજા કરીને સમારંભ યોજવામાં આવ્યો હતો જેમાં મુખ્યદાતા જસુભાઈ વાલજીભાઈ પટેલના હસ્તે રીબીન કાપીને રોટરી કિડ્સ પ્લેહાઉસ ખુલ્લું મુકવામાં આવ્યું હતુ. પ્લેહાઉસ નિર્માણ માટે મદદરૂપ થનાર દાતાશ્રીઓનું તેમજ સહકાર આપનાર દરેકનું સિલ્ડ આપીને સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રોજેક્ટ તેમજ કાર્યક્રમ પ્રોજેક્ટ ચેરમેન રૂપલબેન પંજવાણીની જહેમત અનેં મહેનતથી સફળતાથી સંપન્ન થયો હતો. ઉદઘાટનની તસ્વીર.
(10:09 am IST)