સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 9th June 2022

મોરબી શહેરમાં વધુ એક દર્દી કોરોના પોઝીટીવ

મોરબી, તા.૯: કોરોના કેસોમાં રાહત બાદ હવે ફરીથી ધીમે ધીમે કોરોના કેસો જોવા મળી રહ્યા છે જેમાં ગત રવિવારે એક દર્દી કોરોના સંક્રમિત હોવાનું જાહેર થયા બાદ આજે એક મહિલાનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્‍યો છે.
મોરબી શહેરના રહેવાસી ૪૮ વર્ષના મહિલાનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્‍યો છે આરોગ્‍ય વિભાગ પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ દર્દીએ કોરોના રસીના બંને ડોઝ લીધેલ છે તેઓ તાજેતરમાં દિલ્‍હી અને ઉત્તરાખંડનો પ્રવાસ કરીને પરત આવ્‍યા હોય અને કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્‍યો છે હાલ દર્દીની તબિયત સારી હોવાનું અને તેઓ હોમ આઈસોલેશનમાં સારવાર હેઠળ હોવાનું આરોગ્‍ય વિભાગે જણાવ્‍યું હતું નવા એક કેસને પગલે જીલ્લામાં એક્‍ટીવ કેસનો આંક ૦૨ થયો છે.

 

(11:47 am IST)