સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 9th June 2022

માણાવદર પાલિકાની બેદરકારીઃ પ્રી.મોન્‍સૂન કામગીરી ન થઇ હોવાથી પ્રજામાં રોષ

ભરાયેલી ગટરો અને ગંદકીનો ત્રાસઃ ચોમાસા સમયે તંત્ર સફાઇને ઢોંગ કરતું હોવાથી આક્ષેપ

(ગિરીશ પટેલ દ્વારા) માણાવદર :તા.૯ શહેરમાં ભાજપ શાસિત પાલિકા ઘણા વર્ષોથી ભષ્‍ટ્રાચાર  કરતી હોવાની ફરિયાદો  ગાંધીનગર સુધી થઇ હોવા છતાં કોઇ પગલાં લેવાઇ રહ્યા નથી. પ્રિ-મોન્‍સુન કામગીરી બે મહિના પહેલા થઇ જોઇએ પરંતુચોમાસુ આવી ગયા પછી પણ તંત્ર સૂતું છ.ે

તંત્રની બેદરકારીથી શહેરમાં ઠેર-ઠેર ભરાયેલી ગટરો ઉભરાત ી હોવાથી ગંદકી થયા છે. વિપક્ષ સભ્‍યોની રજૂઆતો બાદ પ્રિ-મોન્‍સુન કામગીરીના ભાગ રૂપે ગટર-વોકળાની સફાઇ શરૂ કરાઇ છે. પરંતુ માત્ર દેખાવ ખાતર કામગીરી કરી ખોટા બિલ મૂકવા અંગેનો આક્ષેપ સભ્‍ય નિશાર ઠેબા દ્વારા કરાયો છે. જે સારી રીતે સાફ સફાઇ કરવામાં  નહી અઁાવે તો વરસાદી પાણીનો નિકાલ ન થતા લોકોના ઘરોમાં પાણી ઘૂસી જવાથી નુકસાનની ભીતિ સર્જાઇ રહી છે. અનેક શહેરોમાં વરસાદ થઇ ચૂકયો હોવાથી હવે પૂર્ણ સફાઇ થશે નહિ અને બીલોની માંગણી પૂરી થઇ જશે. તેવી લોક ચર્ચા થઇ રહી છે.

(11:48 am IST)