સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 9th June 2022

ધોરાજીના ધારાસભ્ય લલીતભાઈ વસોયા કોંગ્રેસ સાથે છેડો ફાડશે ? કોંગ્રેસના તમામ ગ્રુપમાંથી લેફ્ટ થયા

ચાર પાટીદાર ધારાસભ્યો સહિત સાત ધારાસભ્યો ટૂંક સમયમાં ભાજપમાં જોડાઇ રહ્યાની ભારે ચર્ચા ચાલી છે ત્યારે ધોરાજીના ધારાસભ્ય અને હાર્દિક પટેલના સાથીદાર મનાતા લલીતભાઈ વસોયા આજે અચાનક કોંગ્રેસના તમામ સોશિયલ મીડિયાના ગ્રુપમાંથી લેફ્ટ હતા તેઓ પણ હવે કોંગ્રેસ છોડી  ભાજપમાં જોડાય જાય તેવી જોરદાર ચર્ચા ચાલી રહી છે. આ ઉપરાંત હાર્દિક પટેલ સાથે જોડાયેલા મનાતા લલીતભાઈ કગથરા, ચિરાગભાઈ પટેલ સહિતના ધારાસભ્યો પણ શું સ્ટેન્ડ  લ્યે છે તે તરફ સૌની મીટ મંડાયેલી છે.

 

(4:43 pm IST)