સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 9th September 2020

મોટાવડા હાઇસ્કુલના બિલ્ડિંગનું ખાતમૂહર્ત કરતા ધારાસભ્ય સાગઠીયા સાંસદ કુંડારીયા

(બી એમ ગોસાઇ) ખીરસરા,તા.૯ : લોધીકા તાલુકાના મોટાવડા ગામના હાઇસ્કુલના બિલ્ડિંગનું રાજકોટના સાંસદ સભ્ય મોહનભાઈ કુંડારિયા સાહેબ ની ઉપસ્થિતિમા ખાતમૂહર્ર્ત કરતા રાજકોટના ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયાના હસ્તે ખાતમુર્હત કરવામાં આવેલ. આ બિલ્ડિંગ ૩ કરોડ ૨૨ લાખમાં બનાવામાં આવશે તેમાં ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થી ઓ શિક્ષણ લેશે.

આ કાર્યકમમા સરપંચ ભીમસિંહ જાડેજા, તાલુકા પંચાયત ઉપપ્રમુખ ઉમેશભાઈ પાંભર, તાલુકા ભાજપ પ્રમુખ ભરતસિંહ જાડેજા,  રા.લો.સંઘના વા.ચેરમેન મનસુખભાઈ સરધારા, ગામના આગેવાન વેલુભા જાડેજા, મુન્નાભાઈ જાડેજા, વનરાજ સિંહ જાડેજા, ઉપસરપંચ સહકારી મંડળીના પ્રમુખ કનકસિંહ જાડેજા, તલાટી મંત્રી વાય.આર.ભુત, ટી.એસ.ઓ.પરમાર, તાલુકા ભાજપ ઉપપ્રમુખ માવજીભાઈ સાગઠીયા, યુવા ભાજપના જયેશભાઇ સાગઠીયા તેમજ આગેવાનો ઉપસ્થિત રહેલ હતા.

(11:37 am IST)