સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 9th September 2020

કેશોદમાં મહિલા સંચાલિત જુગાર સટ્ટાનો પર્દાફાશઃ ૮ માનુની ઝબ્બે

દરોડામાં ક્રાઇમબ્રાંચે રૂ.૩૧ હજાર કબ્જે કર્યા

(વિનુ જોશી) જુનાગઢ તા.૯ : કેશોદમાં મહિલા સંચાલિત જુગાર અડાનો ક્રાઇમબ્રાંચે પર્દાફાશ કરીને ૮ માનુનીને રૂ.૩૧ હજારના મુદામાલ સાથે  જુગાર રમતા ઝડપી લેતા ચકચાર મચી ગઇ હતી.

કેશોદમાં બસ સ્ટેન્ડ પાસે આવેલ પી.એમ. ટાવરનાં બ્લોક નં.ર૦૮માં રહેતા મુદુલાબા અનિરૂધ્ધસિંહ રાયજાદા (ઉ.વ.૪પ) નામની મહિલા તેના મકાનમાં  જુગાર રમાડતી હોવાની માહિતી મળતા જુનાગઢ ક્રાઇમ બ્રાંચનાં હેડ કોન્સ્ટેબલ બી.બી. ઓડેદરા વગેરેએ ગઇ સાંજે દરોડો પાડયો હતો.

જેમાં પોલીસે મૃદુલાબેન તેમજ નર્મદાબેન ડાયાલાલ રબારીયા, હીના નર્મદગીર અમરનાથ, જયોતીબેન જીતેન્દ્રગીરી અપારનાથી, વનીતાબેન નાગભાઇ જાડેજા, શર્મિતાબેન નર્મદગીરી અપારનાથી, દક્ષાબેન ગિરીશભાઇ દવે તથા ઇલાબેન દિલીપભાઇ રાજશાખાને ૧૩૭પ૦ની રોકડ સાથેજુગાર રમતા ઝડપી લીધા હતા.

પોલીસે કુલ રૂ.૩૧,રર૦નો મુદામાલ કબ્જે કર્યો હતો.

(12:53 pm IST)