સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 9th October 2021

ધોરાજી : પરિણિતાને ત્રાસ આપવાના કેસમાં સાસરીયાઓનો નિર્દોષ છૂટકારો

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી તા. ૯ : ભારતીય દંડ સંહીતાની કલમ-૪૯૮-અ ના કેસમાં નિર્દોષ ઠરાવી માળીયા હાટીના કોર્ટે આરોપીને છોડી મુકયા હતા.

અત્રેના કેસની વિગત એવી છે કે હાટીના માળીયા તાલુકાના વડાળી ગામે રહેતા રેખાબેન જયાશંકર ધ્રાંગડ નાઓએ તેના પતિ સૌરભ દિનેશભાઈ, સસરા દિનેશભાઈ મહેતા ત્થા સાસુ મૃદુલાબેન સામે દહેજને કારણે મારકુટ ત્યા મેણા-ટોણા ત્થા જાનથી મારી નાંખવા મતલબની માળીયા પોલીસ માં આઈ.પી.સી. ૪૯૮-એ, ૫૦૬(૨) વિ. કલમોથી ફરીયાદ કરતાં પોલીસે સૈારભ દિનેશભાઈ વિગેરેની ધરપકડ કરતા આરોપીએ તેના વકીલશ્રી કોટીચા મારફત જામીન પર છુટેલ. ત્યાર બાદ ચાર્જશીટ આવતા પુરાવાઓ લેવાયેલ અને લગભગ ધણા સાક્ષીની જુબાની થયેલ. ત્યાર બાદ આરોપી સૈરભભાઈ ત્યા તેના માતા-પિતાના વકીલ કે. એન. કોટીચા મારફત કાયદાની લાંબી છણાવટ ત્યા કાનુની આધારો સાથે બહુજ વિસ્તૃત દલીલો કરવામાં આવતાં હાટીના માળીયા કોર્ટના જજ શ્રી કે. એમ. ચાવડાએ આરોપી વિરૂધ્ધ પુરતો પુરાવો નથી એમ માની આરોપીઓને નિર્દોષ ઠરાવી છોડી મુકવા હુકમ કરેલ છે.

આ કેસમાં વિશેષ હકીકત એવી રહેલ કે પક્ષકારો વચ્ચે છુટાછેડા થઈ ગયેલ હોવા છતાં ફરીયાદ પક્ષે પુરતો પુરાવો આપવામાં આવેલ. કાનુની આધારો જોઈ ફરીયાદ પક્ષનો કેસ કાયદાના પરવ્યુમાં આવતો ન હોય ગુન્હો સાબીત થતો નથી તેમ માની કોર્ટે આરોપીઓને નિર્દોષ ઠરાવી છોડી મુકવામાં આવેલ. આ કામમાં આરોપીઓ તરફે ધોરાજી ધારાશાસ્ત્રી કિર્તીભાઈ કોટીચા રોકાયેલ હતાં.

(1:20 pm IST)