સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 9th October 2021

ભુજમાં કામવાળીએ કામ મૂકી દેતાં પરિવારે પડોશણને ઝૂડી નાંખી:

ચપ્પલ અને મુઢ માર માર્યો:મોંઢે, છાતી અને હાથના કાંડે ઈજા થઈ

ભુજના મુંદરા રોડ પર આવેલા ભક્તિધામ એપાર્ટમેન્ટમાં કામવાળીના મુદ્દે બે પાડોશી વચ્ચે બબાલ થતાં એક પરિવારે પાડોશણને ઝૂડી નાખી હોવાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે. ફરિયાદી નીકિતાબેન અમિત ગોરે પોલીસને જણાવ્યું કે તેમના ઘરની સામે રહેલાં મુકેશ રવિશંકર ઉપાધ્યાય, તેમની પત્ની વર્ષાબેન તેમજ બે પુત્રીઓ તેની કામવાળી સુનીતા તુલશી નેપાળીને ગાળો બોલી ધમકાવતાં હતા કે ‘તેં અમારા ઘરનું કામ કેમ મૂકી દીધું છે?’ સુનીતા પોતાના ઘેર કામ કરતી હોઈ તેમણે વચ્ચે પડી દરમિયાનગીરી કરતાં ઉપાધ્યાય પરિવારે નીકિતાને ચપ્પલ અને મુઢ માર માર્યો હતો. જેમાં તેને મોંઢે, છાતી અને હાથના કાંડે ઈજાઓ થઈ હતી.

(7:00 pm IST)