સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 9th October 2021

મોરબીમાં મેડીકલ સ્ટાફની પ્રશંસનીય કામગીરી :પાણી ભરાયેલા વિસ્તારમાં જઈ વેક્સીનેશન કર્યું.

ગોઠણડૂબ પાણી ભરાયેલું હોવા છતાં રસ્તો પાર કરી શ્રમિકોને વેક્સિન આપવા પહોંચી ફરજ નિષ્ઠા બતાવી

મોરબીમાં મેડીકલ સ્ટાફની પ્રસનીય કામગીરી સામે આવી છે જેમાં મેડીકલ સ્ટાફે વાડી વિસ્તારમાં રસ્તા પર ગોઠણડૂબ પાણી ભરાયેલું હોવા છતાં રસ્તો પાર કરી શ્રમિકોને વેક્સિન આપવા પહોંચી ફરજ નિષ્ઠા બતાવી છે

કોરોનાના કાળમાં લોકોને કોરોનાથી બચાવવા માટે સરકાર દ્વારા કોરોના વેક્સિનેશનની કામગીરી ચાલુ છે. તેમાં મેડિકલ સ્ટાફ તરીકે ફરજ બજાવતા કોરોના વોરિયર્સ MPHW ગોસાઈ વિજયગીરી હંસગીરી અને FHW જ્યોતિબેન રમેશભાઈ કાંજીયા દ્વારા વાડી વિસ્તારમાં રહેતા મજૂરોને વેક્સિનેશનેટેડ કરવા માટે જે વાડીમાં જવું પડે તે વાડીનો રસ્તો મોરબીના મચ્છુ ડેમની નજીક આવેલો હોવાથી રસ્તા પર ઘણું પાણી ભરાયેલ હોવા છતાં રહેણાંક વિસ્તારમાં પહોંચી વેક્સિનેશનની કામગીરી કરેલ છે. જેની નોંધ મેડિકલ ઓફિસર દીપક બાવરવા અને તાલુકા હેલ્થ ઓફિસર રાહુલ કોટડીયા દ્વારા નોંધ લેવામાં આવી હતી. અને તેમને બિરદાવવામાં આવ્યા હતા.

(9:34 pm IST)