સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 9th December 2022

પરિણામો આવી જતા કેશોદ વિસ્‍તારનારાજકીય કાર્યકરોના લેખાજોખાની ગણત્રી શરૂ

(દિનુભાઇ દેવાણી દ્વારા) કેશોદ તા. ૯: બહુ આતુરતા પૂર્વક જનતા રાહ નજોતી હતી તે પરિણામો આવી ગયા આ વિસ્‍તારના ત્રણ મુખ્‍ય રાજકીય હરિફ પક્ષોના તાલુકા કક્ષા સુધીના રાજકીય કાર્યકરોની ચુંટણીલક્ષી કામગીરીની સમીક્ષા હવે શરૂ થશે અને તેના પરિણામે કેટલાકને જે તે પાર્ટીમાં રાજકીય પ્રમોશન મળશે તો કેટલાકને રાજકીય રીવર્જન મળશે તો કેટલાક રાજકીય હાસિયામાં ધકેલાશે. જોકે સામાન્‍ય નાગરિકને આ હકિકત સાથે સમખાવા પુરતુ પણ લેવા દેવા નથી.

વિધાનસભાની આ બેઠક ઉપરના મુખ્‍ય ત્રણ રાજકીય પક્ષો ભાજપમાંથી દેવાભાઇ માલમ (ર) કોંગ્રેસમાંથી હિરાભાઇ જોટવા અને (૩) આમ આદમી પાર્ટીમાંથી રામજીભાઇ ચુડાસમા પાર્ટીના સતાવાર ઉમેદવાર તરીકે જાહેર થયેલા ભાજપના ભૂતપૂર્વ ધારાસભ્‍ય અને આજ સુધીના ભાજપના ચુસ્‍ત ટેકેદાર અરવિંદભાઇ લાડાણીએ અપક્ષ ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી હતી. અરવિંદભાઇની અપક્ષ ઉમેદવારી સાથે ભાજપના જ ચુસ્‍ત ટેકેદાર અને કેટલાક હોદેદારો કહેવાય તેવા સંખ્‍યાબંધ કાર્યકરો અરવિંદભાઇ સાથે જોડાયા અને અરવિંદભાઇના છેલ્લે સુધી જાહેરમાં ટેકેદાર પણ રહ્યા અને વફાદારીથી કામ પણ કર્યું.

પોતાનું ઉમેદવારી પત્ર ભરતાની સાથે જ અરવિંદભાઇએ ભાજપમાંથી સતાવાર રીતે રાજીનામું આપી દીધું હતું. અરવિંદભાઇ તો ભાજપમાંથી સ્‍વેચ્‍છાએ નીકળી ગયા પરંતુ તેમની સાથે ગયેલા સંખ્‍યાબંધ ભાજપી કાર્યકરો હજુ જેમના તેમ ભાજપનાજ પ્રાથમિક અને સક્રિય સભ્‍ય તરીકે યથાવત છે. સબંધકર્તાઓના જણાવ્‍યા મુજબ પ્રાથમિક અને સક્રિય સભ્‍ય તરીકે યથાવત છે સબંધકર્તાઓના જણાવ્‍યા મુજબ પાર્ટી વિરૂધ્‍ધ કામ કરનારા કાર્યકરોની સ્‍થાનિક કક્ષાએથી જે તે પ્રભારી દ્વારા યાદી ગયા બાદ તેનાથી કેટલાકને હવે સસ્‍પેન્‍ડ કરાશે. સબંધકર્તાએ એમ પણ ઉમેર્યું હતું કે પાર્ટી જે તે કાર્યકરને સસ્‍પેન્‍ડ કરી દે એટલે કાર્યકરની દુનિયા લુટાય નથી જતી છ-બાર મહિના પછી પાછી કોઇ ચુંટણી આવશે એટલે આ બધાને પાછા લઇ લેવાશે.

જયારે કોંગ્રેસની વાત કરીએ તો આ વિસ્‍તાર માટે કુલ ૩૯ કાર્યકરોએ પોતાને ઉમેદવાર બનાવવા માટે ટીકીટ માગેલી પરંતુ પાટીએ એક ઉમેદવારને સતાવાર રીતે જાહેર કરતા બીજા જ દિવસે બાકીના બધા સંભવિત ઉમેદવારો પાર્ટીના સતાવાર ઉમેદવારની મદદમાં કામ કરતા થઇ ગયા હતા. જેથી કોંગ્રેસમાંથી આ વિસ્‍તારના કોઇ કાર્યકરને સસ્‍પેન્‍ડ કરવાનો કોઇ સવાલજ ઉભો થતોન થી અને આ વિસ્‍તાર માટે મુકાયેલ નિરિક્ષક પણ દરેક સમયે સાથેજ રહેલ.

જયારે ત્રીજા અને છેલ્લા આમ આદમી પાર્ટીનો આ વિસ્‍તાર માટે નવીજ પાર્ટી છે અને તેમાં તો પાર્ટીએ સતાવાર ઉમેદવાર બહુ વહેલા જાહેર કરી દીધેલ આ વિસ્‍તાર માટે આ પાર્ટી નવી હોવાથી અને હજુતો ગ્રાઉન્‍ડ ઉભું કરવાનું હોવાથી કોઇ વિરોધ થવાનો સવાલ જ ઉભો થતો નથી તેને તો જેટલા કાર્યકરો મળે તે બધા નવાજથ છે આમાં કોણ કોનો વિરોધ કરે? અને કોની સામે? કોના માટે?

આમ ચુંટણી દરમિયાન ત્રણે રાજકીય પક્ષમાં નિષ્‍ક્રિયતા, પક્ષ વિરોધી પ્રવૃતિ કરવી વિગેરે જેવા અલગ અલગ મુદાઓની ગંભીરતા ધ્‍યાનમાં લઇ સબંધકર્તા પાર્ટી જે તે કાર્યકરના લેખા જોખા કરી જરૂરી પગલા ભરશે તેમ જણાવાય રહ્યુ઼ં છે.

(3:10 pm IST)