સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 9th December 2022

લોકોએ વિવાદના બદલે વિકાસને મહત્‍વ આપ્‍યુ : ગોંડલ બેઠક ગીતાબા જાડેજાએ જાળવી રાખી

રિબડા પટ્ટીમાં પણ ભાજપને અંદાજે ૧૦ હજારની લીડ મળી : ગોંડલ પંથકમાં જયરાજસિંહ જાડેજાનો પ્રભાવ બરકરાર

ગોંડલ :  ગોંડલ બેઠક પર ભાજપ ના ગીતાબા જાડેજા નો વટભેર ઐતિહાસિક વિજય થતા આશાપુરા મંદિર થી વિજય સરઘસ નિકળ્‍યુ હતુ.ખુલ્લી જીપ મા ગીતાબા તથા પુવઁ ધારાસભ્‍ય જયરાજસિહ જાડેજા એ લોકો નુ અભિવાદન જીલ્‍યુ હતુ.વિજય સરઘસમાં ખુલ્લી જીપો,ગાડીઓ ના કાફલા સહીત ભાજપ ના આગેવાનો, કાર્યકર્તાઓ તથા સમર્થકો જોડાયા હતા. (તસ્‍વીર : ભાવેશ-ભોજાણી-ગોંડલ)

 (જીતેન્‍દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ તા.૧૦: ગોંડલ બેઠક પર જયરાજસિહ જાડેજા તથા રીબડા જુથ વચ્‍ચે નો ગજગ્રાહ ચરમસીમા પર પહોચ્‍યો હતો.કયારે શું બને તે કહેવુ મુશ્‍કેલ બન્‍યુ હતુ. ચુંટણી ના છેલ્લા દિવસો કટોકટી ભર્યા બન્‍યા હોય જીત ના દાવા અંગે રાજકીય પંડીતો પણ માથુ ખંજવાળતા હતા.પરંતુ પ્રજા એ વિવાદ ને બદલે વિકાસ ને મહત્‍વ આપ્‍યુ હોય તેમ ભાજપ ના ગીતાબા જાડેજાએ ૪૩,૩૧૩ ની સન્‍માનિય લીડ થી વિજય હાંસલ કર્યો છે.

ગોંડલ વિધાનસભા ની ચુંટણીઓમા આજ સુધીની સૌથી મોટી લીડ બનવા પામી હોય ઇતિહાસ સર્જાયો છે.તાલુકા ના જે ગામડાંઓ મા ભાજપ ને હમેંશા મત ની નુકશાની રહેતી આવી છે તેવા ગામડાંઓ મા ભાજપ ની લીડ નિકળી છે.ભાજપ પ્રવક્‍તા અલ્‍પેશભાઈ ઢોલરીયા ના જણાવ્‍યા મુજબ રીબડા પટ્ટી માં પણ ભાજપ ને અંદાજે દશ હજાર ની લીડ મળી છે. આમ ગોંડલ પંથક મા જયરાજસિહ જાડેજા નો પ્રભાવ બરકરાર રહેવા પામ્‍યો છે.

કુલ મતદાન ૧,૪૨,૬૭૦ પૈકી ગીતાબા ને ૮૬,૦૬૨ કોંગ્રેસ ના યતિષભાઈ દેસાઈ ને ૪૨૭૪૧ તથા આપ ના નિમિષાબેન ખુંટ ને ૧૨૭૮૬ મત મળ્‍યા છે. નોટા મા ૨૧૩૬ મત પડ્‍યા છે. અપક્ષ મુકેશભાઈ વરધાની ને માત્ર ૬૦૯ મત મળ્‍યા છે.

મતગણતરીના પ્રથમ રાઉન્‍ડ થીજ ભાજપ ના ગીતાબા આગળ હોય ગોંડલ મા દિવાળી નો માહોલ સર્જાયો હતો.સમર્થકો દ્વારા શહેરભર મા ઠેરઠેર ફટાકડા ફોડી વિજય ને વધાવાયો હતો. સવાર થીજ ગીતાબા ના નિવાસસ્‍થાને કાર્યકર્તાઓ ની ભીડ જામી હતી.

પુના,મુંબઈ, નાશિક થી બોલાવાયેલી બેન્‍ડ પાર્ટી ના તાલે લોકોએ ગીતાબા ના વિજય ને વધાવ્‍યો હતો.

રાજકોટ મતગણતરીમાથી ગોંડલ પરત ફરેલા જયરાજસિહ જાડેજા,ગીતાબા તથા ગણેશભાઈ  આશાપુરા માતા તથા અક્ષરમંદિરે માથુ ટેકવી નિવાસસ્‍થાને પહોંચ્‍યા હતા.બાદ મા ખુલ્લી જીપો, ગાડીઓ અને બાઇક ના કાફલા સાથે વિજય સરઘસ નિકળ્‍યુ હતુ. જેમા ગીતાબા, જયરાજસિહ તથા ગણેશભાઈ એ લોકોનુ અભિવાદન જીલ્‍યુ હતુ.

 

ગોંડલમાં ભાજપનું વિજય સરઘસ નિકળ્‍યુઃરાજમાર્ગો પર ટ્રાફિક જામ

(જીતેન્‍દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ તા.૯: ગોંડલ બેઠક પર ભાજપ ના ગીતાબા જાડેજા નો વટભેર ઐતિહાસિક વિજય થતા આશાપુરા મંદિર થી વિજય સરઘસ નિકળ્‍યુ હતુ.ખુલ્લી જીપ મા ગીતાબા તથા પુવઁ ધારાસભ્‍ય જયરાજસિહ જાડેજા એ લોકો નુ અભિવાદન જીલ્‍યુ હતુ.વિજય સરઘસ મા ખુલ્લી જીપો,ગાડીઓ ના કાફલા સહીત ભાજપ ના આગેવાનો, કાયઁકર્તાઓ તથા સમર્થકો જોડાયા હતા.

રાત્રે માંડવીચોક માં ભાજપ દ્વારા વિજયસભા નુ આયોજન કરાયુ હતુ.જેમા પુર્વ ધારાસભ્‍ય જયરાજસિહ જાડેજાએ સંબોધન કરી ગીતાબા ને જંગી લીડ થી વિજયી બનાવવા બદલ ગોંડલ ની જનતા તથા કાર્યકર્તાઓ નો આભાર વ્‍યક્‍ત કર્યો હતો.વિજય સભા ને ગણેશભાઈ, રાજેન્‍દ્રસિંહ જાડેજા,મનસુખભાઇ સખીયા,ફતેમહમદ નુરસુમાર,કિશોરભાઈ અંદિપરા સહીત આગેવાનોએ સંબોધી હતી.

 

ભાજપની પ્રચંડ જીતમાં યુવા ત્રિપૂટીનું નેટવર્ક સફળ રહ્યુ

ગોંડલ : જ્‍યોર્તિરાદિત્‍યસિંહ જાડેજા એ "THANK YOU GONDAL" લખેલું ટીશર્ટ પહેરી ૭૩ વિધાનસભા ગોંડલ બેઠક ના સૌ સમર્થકો નો આભાર માન્‍યો હતો.(તસ્‍વીર : ભાવેશ-ભોજણી-ગોંડલ)

(જીતેન્‍દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ તા.૯: ચર્ચા મા રહેલી ગોંડલ બેઠક પર ભાજપ ના ગીતાબા જાડેજા ના તોતિંગ વિજય માં ભાજપ મોવડી અને પુર્વ ધારાસભ્‍ય જયરાજસિહ જાડેજા ના અંગત ગણાતા પ્રફુલભાઈ ટોળીયા,અલ્‍પેશભાઈ ઢોલરીયા અને અશોકભાઈ પિપળીયા ની ત્રિપુટી નુ માઇક્રો પ્‍લાનિંગ નેટવર્ક મહત્‍વ રુપ સાબીત બન્‍યુ છે.ભાજપ ની ટીકીટ થી લઈ પ્રચાર અને છેલ્લે મતદાન સુધી આ ત્રિપુટી એ દાખવેલી દુરંદેશી તથા જહેમતે ભાજપ ની લીડ ને આસાન બનાવી હતી.કાયઁકરો ને માગઁદશઁન થી લઈ બુથ લેવલ ની કામગીરી મા પ્રફુલભાઈ ટોળીયા,અલ્‍પેશભાઈ ઢોલરીયા તથા અશોકભાઈ પીપળીયા એ અસરકારક રાજનીતી દાખવી હતી જે સફળ પુરવાર થઈ છે.

(1:40 pm IST)