સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 9th December 2022

સાવરકુંડલામાં ભાજપની ભવ્‍ય વિજયયાત્રા

(દિપક પાંધી દ્વારા) સાવરકુંડલા તા.૯ : સાવરકુંડલા -લીલીયા વિધાનસભા બેઠક ઉપર ભાજપ અને કોંગ્રસના ઉમેદવાર વચ્‍ચે કસોકસની ટકકર બાદ બપોરે બારમાં રાઉન્‍ડની ગણતરીથી ભાજપના ઉમેદવાર મહેશભાઇ કસવાળાની લીડ નિકળવાની શરૂ થયેલ જે મતગણતરી થતા ૩૮૦૦ મતે વિજતા જાહેર થયેલ કમશભરી રાજકીય લડાઇમાં મહેશભાઇ કસવાળા વિજેતા થતા સાવરકુંડલા શહેરમાં ભાજપનાં સમર્થકોએ ફટાકડા ફોડી આનંદ વ્‍યકત કરેલો બપોર બાદ ચાર વાગ્‍યે અમરેલી રોડથી વિજેતા ઉમેદવાર મહેશભાઇ કસવાળાની ભવ્‍ય વિજયયાત્રા નિકળેલી જે શહેરના મુખ્‍યમાર્ગો પર ફરી હતી બાદમાં સભાના રૂપમાં ફેરવાઇ હતી જેમાં મહેશભાઇ કસવાળાએ ભાજપના મતદારો કાર્યકરોનો આભાર વ્‍યકત કરી ચૂંટણી દરમ્‍યાન ભાજપે કરેલ વાયદા પુરા કરવાની ખાત્રી આપી હતી.

(2:06 pm IST)