રામભાઇ મોકરીયા અને પરિવાર દ્વારા બ્રહ્મસમાજ પરિવારોને મકરસંક્રાંતિ નિમિતે કિટ વિતરણ
(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૧૦ :.. રાજયસભાના સાંસદ અને બ્રહ્મસમાજના અગ્રણી રામભાઇ મોકરીયા તથા તેમના પુત્રો અજયભાઇ અને મૌલિકભાઇ તથા ભત્રીજા સુરેશભાઇ મોકરીયા અને મોકરીયા પરિવાર દ્વારા જરૂરીયાતમંદ બ્રહ્મસમાજના પરિવારોને મકર સંક્રાંતિ પર્વ નિમિતે કિટનું વિતરણ કરવામાં આવ્યુ છે.
બ્રહ્મસમાજના અગ્રણીને સમાજના ભામાશાને રાજયસભાના સાંસદ રામભાઇ મોકરીયા દ્વારા ગરીબ ભુદેવ પરિવારોને રાશન કીટ વિતરણ પોરબંદર શહેરના ગરીબ ભુદેવ પરિવારોને રાજય સભાના સાંસદ દ્વારા ર૦ કી.ગ્રા.ની માત્રામાં ૩૦૦ થી વધુ કીટ ત્યાર કરીને મકરસંક્રાંતિના તહેવારો નિમિતે ગરીબ બા્રહ્મણ પરિવારોના ઘરમાં રાશનને મીઠાઇ મળી રહે તેવા હેતુથી વિતરણ કરવામાં આવેલ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે મારૂતિ કુરિયરના માલીક અને સાંસદ રામભાઇ મોકરીયા છેલ્લા ૧૦ વર્ષથી પોરબંદર વિસ્તારના બ્રહ્મ પરિવારોને દિવાળી જન્માષ્ટમી, નવરાત્રી, હોળી-મકરસંક્રાંતિ વગેરે તહેવારોમાં વર્ષમાં ૬ વાર નિયમિત આ રીતે જરૂરિયાતમંદ ભુદેવ પરિવારોને રાશન કીટ અર્પણ કરે છે.