સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 10th January 2022

પોરબંદરમાં રાષ્ટ્રીય કક્ષાની સમુદ્ર તરણ સ્પર્ધામાં ગુજરાત-મહારાષ્ટ્રના તરવૈયાઓ અગે્રસર

પ કી.મી.સમુદ્રી તરણ પુરૂષ સ્પર્ધામાં મહારાષ્ટ્રના પ્રત્યેમ ભટ્ટાચાર્ય તથા મહિલા તરવૈયાઓમાં આણંદના જસવંતીબેન સુવાગીયા વિજેતા : બાળકો માટે ૧ કી.મી. તરણ સ્પર્ધામાં રાજકોટનો ધ્રુવ ટાંક તથા બાળકીઓમાં રાજકોટની રૂચીત ગૌસ્વામી પ્રથમ ક્રમેઃ ૬૦ વર્ષના ઉપરના પુરૂષ સ્પર્ધામાં મહારાષ્ટ્રના સુભાષ બરગે તથા મહિલાઓ માટે સ્પર્ધામાં અમદાવાદના હીરાબેન પ્રથમ

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા., ૧૦: બે દિવસની યોજાયેલી રાષ્ટ્રીય કક્ષાની સમુદ્રી તરણ સ્પર્ધામાં ગુજરાત અને મહારાષ્ટ્રના સ્પર્ધકો સ્પર્ધાની વિવિધ કેટેગરીમાં પ્રથમ સ્થાને આવ્યા હતા.

કડકડતી ઠંડીમાં યોજાયેલી આ રાષ્ટ્રીય કક્ષાની તરણ સ્પર્ધામાં ૫૦૦ થી વધુ તરવૈયાઓએ સમુદ્રમાં ઝંપલાવ્યું હતુ અને પોતાનું કૌવત બતાવ્યું હતું.

પોરબંદર રામ સી સ્વીમીંગ કલબના પ્રમુખ દિનેશભાઇ પરમાર અને હર્ષિતભાઇ રૂધાણી સહીત આગેવાનોના નેતૃત્વમાં નેશનલ સ્વીમાથોન ર૦રરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભારતભરમાંથી અલગ અલગ રાજયોના પાંચસોથી વધુ તરવૈયાઓ સમુદ્ર તરણ સ્પર્ધામંા જોડાયા હતા. ગઇકાલે આ રાષ્ટ્રીય સમુદ્ર તરણ સ્પર્ધામાં ૧ કી.મી. અને પ કી.મી.ની તેમજ વિવિધ ઉંમરની કેટેગરી વાઇઝ  ૬-૧૪, ૧૪-૪૦, ૪૦-૬૦ અને ૬૦ થી ઉપરની ઉંમરના ભાઇઓ તથા બહેનો  માટેની સ્પર્ધાઓ યોજાઇ હતી. ૧ કી.મી.ની સમુદ્રી તરણ સ્પર્ધામાં ૬ થી ૧૪ વર્ષ વચ્ચેના તરવૈયાઓ પૈકી બાળકોમાં રાજકોટનો ધ્રુવ ટાંક પ્રથમ ક્રમે નવસારી સોહમ સુરતી દ્વિતીય અને મુંબઇનો જશ રાયકુંડયી તૃતીય ક્રમે રહયો હતો. જયારે બાળકીઓની સ્પર્ધામાં રાજકોટની રૂચીત ગોસ્વામી અને પૂણેની અનુસ્કા પંડે એમ બન્નેએ પ્રથમ ક્રમે વિજેતા બની હતી. જ્યારે આસામ ગૌહાટીની કસ્તુરી ગોગોઈ અને સુરતની તાશા મોદી બન્ને દ્વિતીય વિજેતા બન્યા હતા. મહારાષ્ટ્રના આયુશી અખાડે તૃતીય વિજેતા બની હતી, જ્યારે ૧૪ થી ૪૦ વર્ષ વચ્ચેના તરવૈયાઓ પૈકી પૂણે મહારાષ્ટ્રના તનિસ કુડાલે પ્રથમ ક્રમે, સુરતનો વિષ્ણુ સારંગ બીજા ક્રમે તથા સુરતનો જ કમલ પટેલ ત્રીજા ક્રમે વિજેતા બન્યો હતો. આ કેટેગરીની યુવતીઓની તરણ સ્પર્ધામાં સુરતની મહેક ચોપરા પ્રથમ, અમદાવાદની વૃષ્ટિ પટેલ દ્વિતીય અને રાજકોટની પ્રિયા ટાંક તૃતીય રહી હતી.

૧ કિ.મી.ની ૪૦ થી ૬૦ વર્ષની વચ્ચેની સ્પર્ધાના વિજેતાઓમાં પુરૂષોના વિભાગમાં આસામના ગૌહાટીના બાબુલ ગૌરાંગ પ્રથમ ક્રમે, સતારા મહારાષ્ટ્રના કિરણ પાવેકર દ્વિતીય અને સાંગલી મહારાષ્ટ્રના નારાયણ હઝારે સાથે તૃતીય રહ્યો હતો. આ કેટેગરીની મહિલાઓની સ્પર્ધામાં આણંદની જશવંતી સુવાગીયા પ્રથમ, મહારાષ્ટ્રના પૂણેની ગાયત્રી ફડકે દ્વિતીય અને અમદાવાદની ડો. કિંજલ પટેલ તૃતીય વિજેતા બની હતી.

૧ કિ.મી.ની ૬૦ વર્ષથી ઉપરની સ્પર્ધાના વિજેતાઓમાં પુરૂષ વિભાગમાં મહારાષ્ટ્રના સુભાષ બરગે પ્રથમ, સુરતના રમેશ સારંગ દ્વિતીય અને પોરબંદર ક્રિસા મોરી તૃતીય વિજેતા બન્યા હતા. મહિલાઓની સ્પર્ધામાં અમદાવાદના હીરાબેન પ્રજાપતિ પ્રથમ, વડોદરાના લીલાબેન ચવાણ દ્વિતીય અને રાજકોટના બિન્દુબેન બાણુગરીયા તૃતીય વિજેતા બન્યા હતા.

૫ કિ.મી.ની સમુદ્રી તરણ સ્પર્ધામાં ૧૪ થી ૪૫ વર્ષ વચ્ચેના પુરૂષ તરવૈયાઓ પૈકી પ્રથમ ક્રમે મહારાષ્ટ્ર થાણેના પ્રત્યેય ભટ્ટાચાર્ય પ્રથમ ક્રમે, સુરતના નિલય કાનીકર દ્વિતીય તથા મુંબઈના સંપન્ના સેલાર તૃતીય ક્રમે રહ્યો હતો. સ્ત્રી તરવૈયાઓ પૈકી પ્રથમ ક્રમે વડોદરાની સિલ્કી નાગપુરે વિજેતા બની હતી જ્યારે સુરતની મહેક ચોપડા દ્વિતીય તથા વડોદરાની મોનિકા નાગપુરે તૃતીય ક્રમે રહી હતી. ૪૫થી ઉપરના વર્ષના પુરૂષ તરવૈયાઓ પૈકી પ્રથમ ક્રમે મહારાષ્ટ્ર સાંગલીના સંજય જાધવ વિજેતા બન્યા હતા જ્યારે મહારાષ્ટ્રના શ્રીમંત ગાયકવાડ દ્વિતીય તથા મહારાષ્ટ્ર બારામતી સુભાષ બરગે તૃતીય વિજેતા બન્યા હતા. ૫ કિ.મી.ની સમુદ્રી તરણ સ્પર્ધામાં ૪૫થી ઉપરના વર્ષના સ્ત્રી તરવૈયાઓમાં માત્ર એક જ સ્પર્ધક આણંદના જસવંતી સુવાગિયા પ્રથમ ક્રમે રહ્યા હતા.

વિવિધ ઉમરની કેટેગરી વાઇઝ ૬-૧૪, ૧૪-૪૦, ૪૦-૬૦ અને ૬૦ થી ઉપરની ઉંમરના ભાઇઓ તથા બહેનો અને ખાસ કરીને દિવ્યાંગો માટેની સ્વિમિંગ સ્પર્ધા યોજાઇ છે. જેમાં શનિવારે યોજાયેલી બે કિ. મી. અને દસ કી. મી.ની સ્પર્ધાઓ થઇ હતી. દસ કિ. મી. ની ચાંદથી પિસ્તાલીસ વર્ષના વય કેટેગરીના પુરૂષોની સ્પર્ધામાં મહારાષ્ટ્રના પ્રત્યય ભટ્ટાચાર્ય એ બે કલાક તેત્રીસ મીનીટ અને પાત્રીસ સેકન્ડમાં ટારગેટ પુર્ણ કરી પ્રથમ ક્રમે વિજેતા બન્યો હતો જયારે દ્વિતીય ક્રમે મહારાષ્ટ્રના સંપન્ના સેલારે બે કલાક તેત્રીસ મીનીટ બાવન સેકન્ડ સાથે અને ગુજરાતના અનિકેત પટેલ બે કલાક આડત્રીસ મીનીટ અને એક સેકન્ડ સાથે ત્રીજા ક્રમે વિજેતા બન્યો હતો જયારે મહિલાઓમાં ત્રણે ત્રણ વડોદરાની મહિલાઓનો સમાવેશ થાય છે. પ્રથમ ક્રમે સિલ્કી નાગપુરે બે કલાક છપ્પન મિનિટ ત્રીસ સેકન્ડ સાથે દ્વિતીય ક્રમે ત્રણ કલાક બે મીનીટ અને પાત્રીસ સેકન્ડ સાથે મોનિકા નાગપુરે અને તૃતીય ક્રમે રિતીકે નંદીએ ત્રણ કલાક સતર મિનીટ અને ઓગણપચાસ સેકન્ડ સાથે પોતાનો ટાર્ગેટ પુર્ણ કર્યો હતો. આ ઉપરાંત અન્ય કેટેગરીમાં પણ વિજેતા સ્પર્ધકોને પ્રોત્સાહીત કરવામાં આવ્યા હતાં.

(12:45 pm IST)