ધ્રાંગધ્રાના ધારાસભ્ય પરસોતમભાઇ સાબરીયાને કોરોના
સંપર્કમાં આવેલાને ટેસ્ટ કરાવી લેવા અપીલ કરી
(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ, તા.૧૦: સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા ના ધારાસભ્ય પરસોત્તમભાઈ સાબરીયા નો કોરોના ટેસ્ટ પોઝિટીવ આવ્યો છે તબિયત બે દિવસ પહેલા લથડી હતી જયારે લઈને આરટીપીસીઆરનો ટેસ્ટ તેમના દ્વારા કરાવવામાં આવ્યો હતો ધાંગધ્રા ખાતે ટેસ્ટ કરાવ્યા બાદ તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ત્યારે આ બાબતની સમગ્ર વિગત તેમને પોતાના ટ્વિટર એકાઉન્ટ પર ટ્વિટ કરી અને આપવામાં આવી છે અને તે પોતે પોઝિટિવ કોરોનાના હોવાનું જણાવી રહ્યા છે ત્યારે હાલની પરિસ્થિતિ મુજબ તે હોમ આઇસોલેસન થઈ અને સારવાર લઈ રહ્યા હોવાનું પણ જાણવા મળ્યું છે ત્યારે હાલમાં તે સંપૂર્ણપણે સ્વસ્થ હોવાનું પણ જાણવા મળ્યું છે ત્યારે લોકોને આ બાબતે જાગૃત કરવા માટે ધારાસભ્ય પરસોત્તમભાઈ સાબરીયાએ અપીલ કરી છે કે ખાસ કરી કોરોના થી બચવા માસ્ક પહેરે અને સોસીયલ ડિસ્ટન્સ જાળવે તે માટે અપીલ કરી છે.