સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 10th April 2021

સ્થાનિક સ્વરાજયની ચૂંટણી-ર૦ર૧ અંતર્ગત

અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ડી.કે. રૈયાણી દ્વારા અમરેલી જિલ્લા પંચાયતમાં વિરોધ પક્ષના નેતા, દંડક અને ઉપનેતાની નિમણુંક

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી, તા. ૧૦ :  જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ડી.કે. રૈયાણી દ્વારા સ્થાનિક સ્વરાજયની ચૂંટણી-ર૦ર૧ અંતર્ગત અમરેલી જિલ્લા પંચાયત બેઠક પરથી ચૂંટાયેલા સભ્યો પૈકી નીચે મુજબના સભ્યોની ભારતીય રાષ્ટ્રીયછ કોંગ્રેસ પક્ષના વિરોધ પક્ષના નેતા, દંડક અને ઉપનેતા તરીકે નિમણુંક કરેલ છે.

જેમાં પ્રભાતભાઇ દાદાભાઇ કોઠીવાળ વિરોધ પક્ષના નેતા તરીકે, ઉપેન્દ્રભાઇ કાનજીભાઇ બોરીસાગર દંડક તરીકે તથા ચંદુભાઇ વલ્લભભાઇ વાગડીયા ઉપનેતા તરીકે વરણી કરાઇ છે.

(12:45 pm IST)