સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 10th May 2021

સામખિયાળી પાસે મેઘજીભાઈને દવાખાને લઇ જતી કારને ટ્રકે હડફેટે લેતા અકસ્માતઃ પિતા-પુત્રના મોતઃ જમાઇનો બતાવ

મુંબઈથી લગ્ન પ્રસંગે વતન આવ્યા હતા અને બબ્બે મોત થતાં શોકનો માહોલ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ, તા.૧૦ :  સામખિયાળી પાસે આગળ જતી ટ્રકમાં પાછળથી કાર અથડાયા બાદ ડીવાઈડર સાથે ભટકાતાં બેના મોત નીપજયા હતા. મુંબઈથી લગ્ન પ્રસંગે વતન શિકારપૂર (ભચાઉ) આવેલ પરિવારના મોભી મેદ્યજી કેશાભાઈ ચૌધરીની (ઉ.૭૪) દવા લેવા પુત્ર વિનોદ મેઘજી ચૌધરી અને જમાઈ ભરત લાધા સાંઢા કારમાં નીકળ્યા હતા ત્યારે આ માર્ગ અકસ્માત થયો હતો. જેમાં વૃદ્ઘ પિતા મેઘજીભાઇનું ઘટના સ્થળે જયારે પુત્ર વિનોદને સારવાર માટે ભચાઉથી ભુજ ખસેડતી વખતે મોત નીપજયું હતું. જયારે જમાઈ ભરતભાઈની હાલત ગંભીર છે. લગ્નના માહોલ વચ્ચે બબ્બે મોતના બનાવે પરિવારમાં શોકનો માહોલ સજર્યો છે.

(2:57 pm IST)