સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 10th June 2023

પોરબંદર જિલ્લા હોમગાર્ડઝ કલ્‍યાણનિધિ ફંડમાંથી દિકરીના લગ્ન પ્રસંગ માટે સહાય

પોરબંદર,તા.૯ : જિલ્લા હોમગાર્ડઝ કલ્‍યાણનિધિ ફંડમાંથી હોમગાર્ડના રાણાવાવ યુનિટના અનિલભાઇ જોષીની દીકરીના લગ્ન પ્રસંગે માટે સહાય ચુકવાય હતી.

       પોરબંદર જીલ્લા હોમગાર્ડઝ ના રાણાવાવ યુનિટ ના અનિલભાઈ વિ. જોષી ની દિકરીના લગ્ન પ્રસંગેને  હોમગાર્ડઝ કલ્‍યાણનિધિ ફંડ માંથી સહાય નો રૂ. ૨૦,૦૦૦/- નો ચેક જીલ્લા કમાન્‍ડન્‍ટ શ્રી, સુરેશભાઈ સીકોત્રા તેમજ સેકન્‍ડ ઇન. કમાન્‍ડ શ્રી ત્રીલોકકુમાર ઠાકર ના વરદ હસ્‍તે શ્રી, અનિલભાઈ વિ. જોષી ને ચેક અર્પણ કરવા માં આવેલ. આ પ્રસંગે ઓફિસર કમાન્‍ડીંગ રાણાવાવ શ્રી આર.બી. જેઠવા ઉપસ્‍થિત રહેલ.

(1:37 pm IST)