સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 10th September 2020

ગીર સોમનાથ જીલ્લા પંચાયત પ્રમુખ અને પુત્રવધુ ગળે ફાંસો ખાઈ જતા ભારે ચકચાર :પોલીસ મૌન:રાત્રે ૮ વાગ્યે એ.ડી નોધાણી

( દિપક કક્ક્ડ દ્વારા ) વેરાવળ : ગીર સોમનાથ જીલ્લા પંચાયત પ્રમુખ રૈયાબેન જાલોંધરાના પુત્રવધુએ ધોકડવા ગામે તેમના ધરે .૩૦ વાગ્યે ગળાફાંસો ખાઈ ગયેલ હોય જેથી તેમનો મૃતદેહ ગીર ગઢડા હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ છે. બનાવ માટે સ્થાનિક પોલીસ પી.એસ.આઈ પાસે કોઈ બનાવનું કારણ નોતું તેથી એસ.પી,ડીવાયએસપી ને ઘટના ની જાણ કરતા રાત્રે .ડી નોંધાયેલ હતી.

મૃત્યુ પામનાર દીકરીના પિતાએ જણાવેલ હતું કે તેમને ફોન આવેલ કે બપોરે .૩૦ વાગ્યે ગળાફાંસો ખાઈ ને તમારી દીકરીએ આપઘાત કરી લીધેલ છે જેથી પરીવારજનો રાત્રે વાગ્યા ના અરસામા બનાવના સ્થળે પહોંચી હતી.

 રાજુલા તાલુકાના ડુંગર ગામે રહેતા છગનભાઈ માયાભાઈ વાણીયાની પુત્રી ગીતાબેનના લગ્ન ૨૦૧૦ માં ધોકડવા ગામે રહેતા અને હાલ જિલ્લા પંચાયતના પ્રમુખ રૈયાબેન જાલોંધરાના પત્ર મનીષ સાથે થયેલ હતા તેને આજે બપોરે .૩૦ વાગ્યે ગળાફાંસો ખાધેલ હોય તેવો ફોન મને આવેલ જેથી પરિવારજનો ધોકડવા રાત્રે વાગ્યે પહોચી ગયેલ છે મો.૯૭૨૬૬ ૯૭૩૩ માં જે મૃત્ય પામનાર તે ગીતાબેનના પિતા છગનભાઈ સાથે વાત કરતા તેમણે જણાવેલ કે ૧૦ વર્ષથી લગ્ન થયેલ છે વર્ષોથી અનેક પ્રશ્નો હોય તેવું તેમણે જણાવેલ હતું ગીર ગઢડા પોલીસ સ્ટેશન પહોંચે છે.

બપોરે .૩૦ વાગ્યે બનાવ બનેલ હોય રાત્રે વાગ્યે પી.એસ. આઈ અધેરા મો.૯૯૭૮૧ ૮૭૧૫૦ ને પુછતા તેઓ જણાવેલ કે અમોએ પી.એમ. માટે મૃતદેહ મુકેલ છે પી.એમ થયા બાદ બનાવનું કારણ જાણવા મળે કોઈ સ્પષ્ટ જવાબ આપેલ નોતો જેથી ડીવાયએસપી પરમાર સાથે વાત કરતા તેમને ગંભીરતા લઈ બનાવ ની જાણકારી મેળવી ત્યારબાદ પી.એસ. ગીરગઢડા એડી નોધાયેલ છે જેમાં તેમણે જણાવેલ હતું કે ગીતાબેન મનીષભાઈ જાલોંધરા નો મૃતદેહ આવેલ છે હોસ્પિટલ ના ડોક્ટર જણાવેલકે મૃતદેહ આવેલ છે પણ તેનું પી.એમ સવારે પેનલ માં કરવામાંઆવશે ત્યારબાદ બનાવવાનું કારણ આપી શકીએ તેમ જણાવેલ હતું.

ગીર સોમનાથ એસ.પી રાહુલ ત્રિપાઠીને ગંભીર ઘટનાની જાણ કરેલ હતી અને તે પણ હરકત માં આવી ગયેલ હતા અને તપાસ કરવાની વાત કરતા હતા આટલો મોટો બનાવ હોય ધોકડવા ગ્રામ્યજનો પણ જણાવેલ હતું કે ગીતાબેન ગળે ફાંસો ખાઈ ગયેલા હોય બનાવ સ્થળે પોલીસ ગયેલા હોય તેમ છતાં પોલીસ દ્વારા માહિતી આપવામાં આવેલ હોય તે પણ એક તપાસનો વિષય છે. કોઈપણ બનાવ બને તો પોલીસે જે બનાવ બનેલ હોય તેની જાણવા જોગ માહિતી જેને પોલીસ સ્ટેશનમાં દાખલ કરવી પડે તેમ છતા બનાવ માં માહીતી રાત્રે વાગ્યા સુધી છુપાવવાનો આગ્રહ શા માટે  ?

 મૃત્યુ પામનાર દીકરીના પિતા મોબાઈલ વાતચીતમાં ગળાફાંસો ખાધો હોય વર્ષોથી ઘણા પ્રશ્નો હોય તેવી વાત કરેલ હતી જેથી આટલો મોટો બનાવ બહાર આવેલ છે. છડેચોક આક્ષેપ થઈ રહેલ છે કે ગીર સોમનાથ જીલ્લા પંચાયત ભાજપ ના પ્રમુખ હોય તેથી રાજકીય રીતે કરી આપઘાત નો પણ બનાવ બહાર પડે તેના માટે પ્રયત્ન થયેલ હોય જેથી જીલ્લાભર તેના પ્રત્યાઘાત પડી રહ્યાં છે

 

(11:47 pm IST)