સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 10th September 2020

ગોંડલ કંપનીમાં ભાગીદાર બનાવવા વચન આપીને શિક્ષક સાથે પાલિકા સદસ્યની ૪૭ લાખની છેપરપીંડી

અરવિંદ બેરાની પૂર્વ કારોબારી ચેરમેન રાજેન્દ્રસિંહ જાડેજા સહિતના સામે પોલીસમાં ફરિયાદ

રાજકોટ, તા.૧૦: ગોંડલના કૈલાશબાગમાં રહેતા શિક્ષકને નગરપાલીકાના પૂર્વ કારોબારી ચેરમેને પોતાની કંપની ભાગીદાર બનાવવાનું વચન આપી વિશ્વાસમાં લઇ કંપનીમાં પૈસાની જરૂર છે કહી ૪૭ લાખની છેતરપિંડી આચાર્યા અંગે ગોંડલ સીટી પોલીસ મથકમાં લેખીત ફરીયાદ થઇ છે.

ગોંડલના કૈલાશબાગ ૭/૧૦માં રહેતા અને શિક્ષક તરીકે ફરજ બજાવતા અરવિંદભાઇ બચુલાલભાઇ વોરાએ ગોંડલ સીટી પોલીસ મથકમાં કરેલી લેખીત ફરીાયદમાં આશાપુરા મેઇન રોડ પર રહેતા નગરપાલીકાના સદસ્ય અને પૂર્વ કારોબારી ચેરમેન રાજેન્દ્રસિંહ રઘુરાજસિંહ જાડેજા, જયેન્દ્રબા રઘુરાજસિંહ જાડેજા, દેવયાનીબા રાજેન્દ્રસિંહ જાડેજાના નામ આઇપા છે.

શિક્ષક અરવિંદભાઇ વોરાએ અરજીમાં જણાવ્યું છે કે અમો ફરીયાદી સાથે આ કામના આરોપી રાજેન્દ્રસિંહ રઘુરાજસિંહ જાડેજા સાથે મિત્રતા હોય અને અમારે તેમની જોડે ઉઠક બેઠક હોય અને તેમના ઘરે આવવા જવાનો સંબંધ હોય અને આ રાજેન્દ્રસિંહ નગરપાલીકાના સદસ્ય અને પૂર્વ કારોબારી ચેરમેન હોય અને તેઓ આર જે મીલ્ક પ્રાઇવેટ લીમીટેડ નામે કંપની ધરાવતા હોય અને તે કંપનીમાં પૈસાની જરૂરીયાત ઉભી થતા તેઓએ અમારી પાસે મિત્રતાની રૂએ પૈસા માંગેલ હતા અને કહેલ કે હું તમોને આ કંપનીમાં ભાગીદાર બનાવી આપીશ અને ભાગીદાર નહી બનાવુ તો તમારા પૈસા થોડા સમયમાં પરત આપી દઇશ આવુ વચન અને વિશ્વાસ આપેલ જેથી અમોએ રાજેન્દ્રસિંહના કહેવાથી તેમની આર.જે.મીલ્ક પ્રાઇવેટ લીમીટેડ કંપનીમાં અમોએ તા. ૨૮-૧૨-૨૦૧૭ના રોજ આર.ટી.જી.એસ.થી તેમના આતામાં રૂ.૩૯૦૦૦૦૦/ ટ્રાન્સફર કરી આપેલ જે કંપની ઉપરોકત ત્રણેય વ્યકિતના નામે છે. ત્યારબાદ થોડો સમય થતા આ રાજેન્દ્રસિંહ અમારી પાસે આવેલ અને કહેલ કે તમોને અમારી કંપની આર.જે.મીલ્ક પ્રાઇવેટ લીમીટેડમાં ભાગીદાર તરીકેની પ્રોસેસ ચાલુ કરી દીધેલ છે. જેથી થોડા સમયમાં જ તમો અમારી આર.જે. મીલ્ક પ્રાઇવેટ લીમીટેડ કંપનીમાં ભાગીદાર થઇ જશો જેથી તમારે મારા માતા જયેન્દ્રબાને રૂ.૮૦૦૦૦૦/ આપવાના થશે જેથી અમોએ આ રાજેન્દ્રસિંહના માતા જયેન્દ્રબાના ખાતામાં રૂ.૮૦૦૦૦૦/ તા.૨૮-૨-૨૦૧૮ના રોજ આર.ટી.જી. એસ.થી ટ્રાન્સફર કરી આપેલ હતા ત્યારે આ ઉપરોકત ત્રણેય વ્યકિતઓએ કહેલ કે તમો ટુંક સમયમાં અમારી કંપનીમાં ભાગીદાર થઇ જશો તેવો વચન અને વિશ્વાસ આપેલ જેથી અમો તેમના વિશ્વાસમાં આવી  જઇ કુલ રૂ.૪૭૦૦૦૦૦/ તેમના ખાતામાં ટ્રાન્સફર કરી આપેલ હતા.

ત્યારબાદ અમુક મહીના બાદ આ રાજેન્દ્રસિંહને કહેલ કે હજુ કયારે તમો તમારી કંપનીમાં ભાગીદાર બનાવો છો તો તેઓ થોડા સમયનું કહી વાત ટાળી દિધેલ ત્યારબાદ અવાર-નવાર આવી રીતે બહાના કાઢી વાત ટાળી દેતા જેથી અમોને એવું લાગેલ કે આ રાજેન્દ્રસિંહ અમોને ભાગીદાર બનાવવા માગતા નથી જેથી અમો રાજેન્દ્રસિંહ પાસે તેમના ઘરે ગયેલ તો ત્યાં ઉપરોકત ત્રણેય વ્યકિતઓ હાજર હતા અને કહેલ કે તમારે અમને તમારી કંપનીમાં ભાગીદાર ન બનાવવા હોય તો કહી નહી પણ અમોએ આપેલ રૂ.૪૭૦૦૦૦૦/ અમોને પરત આપી દયો જેથી અમારો હિસાબ પુરો થઇ જાય તેથી રાજેન્દ્રસિંહ એકદમ ગુસ્સે થઇ ગયેલ અને જેમ ફાવે તેમ ભુંડી ગાળો આપવા લાગેલ જેથી અમોએ કહેલ કે તમો ગાળો શું કામ આપો છો, અમો અમારા પૈસા લેવા આવ્યા છીએ તો તે કહેવા લાગેલ કે તારે જે થાય તે કરી લે તારા પૈસા આજેય  નહી અને કાલેય પણ નહી મળે તેમ છતા પણ નહી માને તો તમારા હાથ પગ ભંગાવી નાખીશ, હું સુધરાઇનો કારોબારી ચેરમેન છુ મારી ઓળખાણ ગાંધીનગર સુધી છે. અને પોલીસવાળા પણ હું જેમ કહી તેમ કરશે અને તેમ છતા પણ તુ નહી માને કે હવે પછી પૈસા બાબતનો ફોન કરીશ તો તારા ઉપર બળાત્કારની ખોટી ફરીયાદ કરાવીશ અને તને સમાજમાં બદનામ કરી  દઇશ કોઇપણ ગુનામાં ખોટી રીતે ફાંટ કરાવી દઇશ અને તેમ છતા નહી માને તો તને તથા તારા પરિવારને જાનથી મરાવી નાખીશ તેમ કહી ધમકી આપવા લાગેલ અને આ રાજેન્દ્રસિંહ નગરપાલીકાના સદસ્ય અને કારોબારી ચેરમને હોય અને હાલ શાસક પક્ષના નેતા હોય જેથી અમો ડરી ગયેલ અને ત્યાંથી અમો જતા રહેલ આથી આ અંગે પોલીસ દ્વારા કાર્યવાહી કરવા, શિક્ષક અરવિંદભાઇ વોરાએ જણાવ્યું છે.

(10:33 am IST)