સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 10th September 2020

ભાવનગરમાં ૪૬ કેસો ૫૮ દર્દીઓ કોરોનામુકત

ભાવનગર, તા.૧૦: જિલ્લામા વધુ ૪૬ નવા કોરોના પોઝીટીવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ૩,૨૭૦ થવા પામી છે. જેમાં શહેરી વિસ્તારમા ૧૮ પુરૂષ અને ૯ સ્ત્રી મળી કુલ ૨૭ કેસો નોંધાયા છે. જયારે તાલુકાના માઢીયા ગામ ખાતે ૧,  ભુંભલી ગામ ખાતે ૨, ભુતેશ્વર ગામ ખાતે ૧, તળાજા તાલુકાના બોરડા ગામ ખાતે ૨,  અલંગ ગામ ખાતે ૨, તળાજા તાલુકાના મણાર ગામ ખાતે ૧, દ્યોદ્યા ખાતે ૪, સિહોર તાલુકાના આંબાલા ગામ ખાતે ૧, મહુવા તાલુકાના ભાદ્રોડ ગામ ખાતે ૧, મહુવા ખાતે ૧, પાલીતાણા ખાતે ૧, પાલીતાણા તાલુકાના માઈધાર ગામ ખાતે ૧ તેમજ જેસર ખાતે ૧ કેસ મળી કુલ ૧૯ લોકોના કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા તેમને વધુ સારવાર માટે દાખલ કરવામા આવેલ છે.

જયારે મહાનગરપાલિકા વિસ્તારના ૨૮ અને તાલુકાઓના ૩૦ એમ કુલ ૫૮ કોરોના પોઝિટિવ દર્દી કોરોનામુકત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે.  આમ જિલ્લામા નોંધાયેલા ૩,૨૭૦ કેસ પૈકી હાલ ૪૯૪ દર્દીઓ સારવાર હેઠળ છે. જયારે અત્યાર સુધીમા કુલ ૨,૭૨૧ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામા આવ્યા છે તેમજ જિલ્લામા ૪૮ દર્દીઓના અવસાન થયેલ છે.

(11:09 am IST)