સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 10th September 2020

કુતિયાણામાં ધનવન્તરી રથ દ્વારા આરોગ્ય ચેક અપ

પોરબંદરઃ કુતિયાણાનાં બહારપુરા, હરિઓમ સોસાયટી, કુંભારવાડા, લક્ષ્મીનગર, ટાવર ચોક, કસ્ટમ ચોક સહિતના રહેણાંક વિસ્તારો, મુખ્ય બજાર તથા મામલતદાર કચેરી, પોલીસ સ્ટેશન સહિતની સરકારી કચેરીઓમાં રૂબરૂ જઇને ૨૫૦૦થી વધુ વ્યકિતઓના આરોગ્યની તપાસણી કરવાની સાથે રોગપ્રતિકારક શકિત વધે તે હેતુ થી હોમિયોપેથી દવાનું વિતરણ કરાયુ છે.  ધનવન્તરિ રથમાં ફરજ બજાવતા મેડિકલ ઓફીસર ડો.ડિમ્પલ ભીમાણી તથા પેરામેડીકલ સ્ટાફ લોકોના આરોગ્યની તપાસણી કરીને જરૂર જણાયે દવાનું વિતરણ કરવાની સાથે કોરોના મહામારીના સંક્રમણથી બચવા સાવચેત રહેવા માર્ગદર્શન પુરૂ પાડે છે. રાજય સરકારના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહિવટીતંત્રના સંકલન આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લામાં ૧૪ ધનવન્તરિ રથ કાર્યરત છે. લોકોનું આરોગ્ય ચેકઅપ કરાયું તે તસ્વીર.

(11:28 am IST)