સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 10th September 2020

ટંકારાના છતરમાં રિયા જુણાતનો ઝેર પી આપઘાત

ભાઇ ઘરે આવ્યો ત્યારે એક છોકરો જોવા મળતાં તે બાબતે પુછતાં માઠુ લાગ્યું: છોકરો ધમકી આપતો હોવાનો પિતાનો આક્ષેપઃ મૃતદેહનું રાજકોટમાં પોસ્ટ મોર્ટમ

રાજકોટ તા. ૯: ટંકારાના છતર ગામે રહેતી રીયા રહિમભાઇ જુણાત (ઉ.વ.૧૭) ગઇકાલે ઝેરી દવા પી જતાં ટંકારા સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. પરંતુ અહિ મોત નિપજતાં પરિવારમાં માતમ છવાઇ ગયો હતો.

હોસ્પિટલ ચોકીના સ્ટાફે આ અંગે ટંકારા પોલીસને જાણ કરી હતી. રીયા એક ભાઇથી નાની હતી. તેના પિતા રહિમભાઇ લાખાભાઇ જુણાત ખેત મજૂરી કરે છે અને કરિયાણાની દૂકાન પણ ચલાવે છે. રહિમભાઇના કહેવા મુજબ દિકરી રિયા એક છોકરા સાથે ફોનમાં વાત કરતી હતી. પરમ દિવસે દિકરો રાહીલ ગાડી લઇ ઘરે આવ્યો ત્યારે છોકરો ઘર પાસે જોવા મળતાં આ બાબતે તેણે બહેન રિયાને પુછ્યું હતું. આ કારણે માઠુ લાગી જતાં આ પગલુ ભર્યાની શકયતા છે.

જે છોકરો જોવા મળ્યો હતો તે રિયાને ધમકી આપી હેરાન કરતો હોવાનો આક્ષેપ કરવામાં આવતાં પોલીસે તપાસ હાથ ધરી છે. મૃતદેહનું ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ કરાવવામાં આવ્યું છે.

(11:33 am IST)