સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 10th September 2020

ગોંડલ આવાસ કવાર્ટરની ઓરડીમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

ગોંડલ,તા.૧૦: ગોંડલ સીટી પીઆઇ એસ.એમ. જાડેજા, સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલીંગ માં હતા તે દરમ્યાન કોન્સ્ટેબલ જયદિપસિંહ ચૌહાણ ને ખાનગી રાહે હકીકત મળેલ કે ગોડલ ચીસ્તીયા નગર ઇરફાન હસનભાઇ કટારીયા એ પોતાના રહેણાક મકાન થોડે દુર આવેલ તેના કબજા ભોગવટાવાળી ઓરડીમાં ભારતીય બનાવટનો પરપ્રાંતીય ઇંગ્લીશ દારૂનો જથ્થો વેચાણ કરવાના ઇરાદે રાખેલ જેથી એ જગ્યા અલગ અલગ પોલીસ ની ટીમો બનાવી રેઇડ કરતા બાતમી વાળી જગ્યાએથી ભારતીય બનાવટનો પરપ્રાંતીય ઇંગ્લીશ દારૂની જુદી જુદી બ્રાન્ડની કુલ બોટલ નંગ ૭૯ર ની કુલ કી.રૂ.૩,૪૨,૨૪૦/ - તથા ઇકો કાર કી.રુ ૩,૦૦,૦૦૦ તથા એક સેમસંગ કપંનીનો એનરોઇડ ફોન કી.રુ ૧૦૦૦ / નો મળી કુલ મુદામાલ રૂ -૬,૪૩,૨૪૦ સાથે મળી આવતા કાયદેસરની કાર્યવાહી કરેલ હતી આરોપી હસન ઇસ્માઇલભાઇ કટારીયા જાતે ઉ.વ. ૫૫ ની ધરપકડ કરી હતી જયારે ઇરફાન હસન કટારીયા, હમીદાબેન હસનભાઇ કટારીયા ને ઝડપવા ચક્રોગતિમાન કર્યા હતા.

ગોંડલ શિવ શકિતનગરમાં દારૂ ઝડપાયો

રાજકોટ એલસીબી પોલીસના પીઆઇ ગોહિલ, કોન્સ્ટેબલ જયેન્દ્રસિંહ વાઘેલા, મહિપાલ સિંહ જાડેજા અને અનિલભાઈ ગુજરાતી સહિતનાઓએ બાતમીના આધારે નાગડકા રોડ પર શિવ શકિત નગર બ્લોક નંબર ૭માં રાહુલ નામના શખ્સના ઘરે દરોડો પાડતા વિદેશી દારૂની ૨૫૮ બોટલ કિંમત રૂપિયા ૭૭૪૦૦ મળી આવતા કાર્યવાહી હાથ ધરી હતી રાહુલ નામનો શખ્સ ઘરે હાજર ન હોય પોલીસે તેને ઝડપવાના ચક્રો ગતિમાન કર્યા હતા.

(11:34 am IST)