સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 10th September 2020

માણાવદર તાલુકા વિકાસ અધિકારી સહિત ૬ કર્મચારીઓને કોર્ટે નોટીસ ફટકારી

RTIની અરજી હેઠળ ખોટી માહિતી આપવા બદલ : ૧પમી સપ્ટેમ્બર કોર્ટ રૂબરૂ હાજર થઇ જવાતા ફાઇલ કરવો પડશે

માણાવદર તા. ૧૦ :.. માણાવદર તાલુકાના માહિતી એકટીવીસ્ટ ગુણવંતભાઇ મિયાત્રાએ ઘણા સમય પહેલા માણાવદર તાલુકા પંચાયત હેઠળ ૧૪માં નાણાપંચની વિવિધ સરકારશ્રીના કામોમાં ભ્રષ્ટ્રાચાર થયો હોવાની જાણ થતાં માહિતી અધિકાર હેઠળ માહિતી માગેલ જેમાં તા. ૯-૯-ર૦૧૯ થી માહિતી માંગવામાં આવેલ.

પરંતુ એનકેન પ્રકારે આ ગુજરાતને આંટી દે તેવા કૌભાંડ હોવાના આક્ષેપ સાથે ગુણવંતરાય મિયાત્રાએ યાદીમાં જણાવે છે. તેઓને અવાર-નવાર માહિતી માંગવા છતાં યોગ્ય માહિતી સાચી પુરી પાડવાના બદલે ગોળ-ગોળ જવાબ આપી માહિતી આપી નહોતી જેથી નામદાર કોર્ટમાં આશરો લેતા નામદાર કોર્ટ દ્વારા માણાવદર તા. વિકાસ અધિકારી સહિત ૬ જણા સામે ૧પ-૯-ર૦ર૦ કોર્ટ સમક્ષ હાજર થવા ફરમાન કરવામાં આવ્યું હોવાનું યાદીમાં જણાવે છે.

૧૪ માં નાણાપંચના કામોમાં ભ્રષ્ટ્રાચાર થયો હોવાનો આક્ષેપ કર્યો છે. વિજીલન્સ તપાસ હાથ ધરાય તો હાહાકાર મચાવી દેશે તેવો આક્ષેપ કર્યો છે ત્યારે સત્ય શું છે તેની તપાસ કરાય તો કાંઇક બહાર આવે તેમ જણાવેલ છે.

(11:35 am IST)